________________
[ ૪૮ ] અને પૂજ્યનું આગમન અને સાનિધ્ય મારા બળને વધારશે અને આ કવિરાજનાં વેણ હેઠાં પડશે. આવાં સૂચન થતાં જ આ બંને પ્રાદે દાયરાની વચ્ચે આવી બેઠા.
પ્રેમચંદ: ગઢવી ! એ પરંતુ એટલે? ઉગમણુ અને આથમણના ભેદ દેખાડનારૂં સૂચન. એ પરંતુ એટલે જડવાદ અને આધ્યાત્મિક દિશાનો અંતર! એ પરંતુ એટલે જન્મમૃત્યુની પરંપરા અને આત્મજ્ઞાનના પડદા. એ પરંતુ એટલે પ્રભુથી વિખુટાપણું અને બીજી દિશામાં પ્રભુનું સાનિધ્ય સૂચવનારી સંજ્ઞા.
- મણિશંકર માસ્તર: કેવળરામભાઈ ! આ પ્રેમચંદભાઈ તે જ્ઞાની દેખુ હો ! હવે તમારાં વ્યાસના પદ અને શાસ્ત્રીઓની માહિતી ડાલતી દેખાય છે. જરા સાવધાન થશે તે તે ઠીક નહીં તે–
કેવળરામ શાસ્ત્રી: ગઢવી ! આ પ્રેમચંદભાઈ જેવા પાત્રની આવી ઓળખાણ કરવા માટે તમને ધન્યવાદ આપું છું. આ મેકે પ્રાપ્ત કરાવનાર દાદુભા દરબાર ઉપર પ્રભુના બંને સબળ હાથ સદા કાયમ રહે. મણિભાઈ શેઠ! આ આત્મજ આપને પ્રાપ્ત થયે તદર્થ પ્રભુને ઉપકાર માનવો જ રહે, ધન્ય છે તેની જનેતાને કે જે આવા અનાસ્થાના કાળમાં પણ આવા પ્રેમી ને સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com