________________
[ 8 ] હવે જે તે અમરત્વ આત્માને માટે તેઓ શોધતા હોય તે આત્મા અનાદિ હાઈ તેને તેવા અમૃતની જરૂર નથી. વળી તે આત્માને જન્મ ન હોવાથી, તેને અંત ન હોવાથી તે વિના અમૃતપાન કરે અમર છે જ.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે અમૃતની ઉપયોગીતા જે માનવામાં આવી છે તેવો લાભ અમૃતમાં નથી એ વાત સિદ્ધ થાય છે.
હવે જ્યારે અમે કહેશું કે અમૃત જેવી વસ્તુ અસ્તિમાં હતી જ નહિ, છે નહિ, અને થવાની પણ નથી, ત્યારે લેકે વિસ્મિત થશે, તેવાને આપણે વિસ્મિત થવા દેશું.
હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અમૃતની વાત જે સાધારણ રીતે લેકમાં થાય છે; કોઈ પુરાણોમાં કે આખ્યાયિકાઓમાં અમૃતને ઉલેખ થાય છે, તે શું છે ? અને જે ખેટે હેય તે તે શા માટે કરવામાં આવે છે ?
સાધુસંત, ઋષિમુનિઓ, આ જગતમાં પરોપકારાર્થે જ વિચરે છે અને અજ્ઞાની જનેને સદ્દગુણમાં વાળવા તથા પ્રભુમાં પ્રેરવા જે રોચક ભાષા વાપરે છે તે માંહેલી આ અમૃતની વાત સમજી લેવી.
અમૃત એ ખરી વસ્તુ નથી, પરંતુ કલ્પનાજન્ય વસ્તુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com