________________
પ્રસ્તાવના
અમૃત, અમૃત એમ સૌ કાઈ પોકારીને કહે છે ખરા, પરંતુ તેવી વસ્તુ છે કે નહિ તેને કોઈ પણ વિચાર કરતું નથી; આ અમૃતે અનેકને ભમાવ્યા છે. અનેકને તેની પ્રાપ્તિ માટે આવી ઘરસંસાર છોડાવી રઝળતા, રખડતા કર્યા છે. શાણું માણસે અમૃતની આવી મોહજાળમાં સપડાતા નથી. વળી જ્ઞાનીઓ અમતની વાત કહેતા કે સાંભળતા નથી. અમૃતનો સાધારણ અર્થ અમરત્વ આપવાનું કે મનુષ્યને અમર કરવાનું છે.
અમરત્વ સર્વેને જોઈએ છીએ, છતાં જે ઉો વિચાર મનુષ્ય કરશે તો મનુષ્ય માત્ર અમર છે જ. અમૃતની શોધમાં નીકળેલા પોતે જાણતા જ નથી કે અમર કોને કરવો છે? જે તે પોતાના દેહને અમર કરવા ઈચ્છતા હોય તો તે દેહ ઉત્પન્ન થયેલ હોવાથી તે કદી પણ અમર થવાનો નથી. જેની ઉત્પત્તિ તેને નાશ એ વાત છે નિશ્ચિત. જેને હેય જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે જ. જેને હેય આદિ તેને અંત અવશ્ય છે જ. તેથી દેહને તે તેઓ કદિ પણ અમર કરી શકવાના નથી, કે તે દેહને અમરત્વ અપાવી શકવાના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com