________________
[ પ ] અમૃત ભલે જગતમાં ન હોય, પરંતુ જે અમરત્વ આ અમૃત પ્રાપ્ત કરાવે છે, તે તે ખરૂં છે પરંતુ તેની પ્રાપ્તિ કરવાની રહેતી નથી. દેહ કદી અમર થવાને નથી એ વાત આપણે કહી ગયા અને આત્મા અમર છે તે પણ કહ્યું, છતાં અજ્ઞાનતા એ વાત સાધારણ મનુષ્યને સ્પષ્ટ રીતે સમજવા દેતી નથી.
” એટલે દેહનહિ–પરંતુ આત્મા છું એવી વાત કળાઈ જાય એટલે અમરત્વ પ્રાપ્ત થઈ ગયું એમ સમજવું. વળી પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ સંભવતી જ નથી. આત્મા અમર છે. તેને માટે અમરત્વ પ્રાપ્ત કરવાની આવશ્યક્તા નથી જ, તો પછી આવું અમરત્વ પ્રાપ્ત કરાવનાર અમૃતની જરૂર કયાં રહી છે જ્યારે આત્માનું અસ્તિત્વ કળાઈ જાય છે અને “હું તે આત્મા છું જ-” એનું જ્ઞાન થાય છે ત્યારે અમૃતની પાછળ મનુષ્ય ગાંડ નહિ થાય. આ વાત આ લઘુ લેખ “અલૌકિક અમૃત” માં સમજાવી છે. તદુપરાંત ક્રમે ક્રમે “હું” ને છવ ઠરાવી તે જીવાત્મા છે એ વાત અહીં ચર્ચાવી છે. વળી જીવાત્મા અને પરમાત્માના મિલન થતાં જે અવર્ણ આનંદ અનુભવાય છે તે ઘટના અનિવાર્ચનીય છે, તે આ લેખને લેખક બરાબર સમજે છે છતાં તેને અહીં શબ્દમાં ઉતારવાને પ્રયત્ન તેણે કર્યો છે, તેમાં કેટલે અંશે સફળતા પ્રાપ્ત થઈ
છે તેને નિર્ણય વાચકે પોતે કરી લેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com