________________
[ 2 ] લીધું છે. પોતાની આસપાસ માત્ર નહીં પરંતુ પિતા: ઉપર શું વીતે છે તેનું દદીને ભાન હેતું નથી. જેમ કોઈ સુઘડ નાર શાક સમારતા સ્થિર ચિત્તે ચાકુનો ઉપ
ગ કરે છે તેવી જ રીતે આ શત્રવેદ્ય તે ફેટામાં બરાબર નિરીક્ષણ કરી પોતાની બુરી ચલાવી, એક પછી એક એવા ચર્મપટ ખોલી ધાચે સ્થાને આવતાં ચીપીયાથી કે અન્ય કાંટા રોકા સાધનથી તે દુષિત ભાગને અદ્ધર ઉપાડી, સ્પીરીટની પહોળા મોઢાની શીશી કે બરણીમાં મુકી કાચના બુચથી તેને બંધ કરી દે છે. આ સઘળો વખત કાપેલા ભાગમાંથી રક્તપ્રવાહ તે ચાલ્યા જ જ હોય છે. શસ્ત્રવેદ્ય તે માત્ર તે ગાંઠ કે અન્ય જે કંઈ બગાડ હોય તે પાસે ઉભેલા પોતાના જ ધંધાદારી બંધુને સેંપી, દવાવાળા પાણીથી તે ભાગ ઘેાઈ નાખી, એક કુશળ દરજીની પેઠે ચર્મપટ જેડી, સાંધી ઉપરને પડદે સંધાઈ જાય કે તરત જ તે ઉપર પાટો બાંધે છે અને પોતે નિવૃત્ત થઈ જાય છે.
જ્યારે આ શસવૈદ્ય પોતાના કાર્યમાં મગ્ન હોય છે ત્યારે પણ નાડ જેનારે દદીને હાથ મુક્ત નથી. શ્વાસનું માપ કાઢનારે ત્યાં ખડેખાટ ઉભું રહે છે. ડાબી અને જમણું શુશ્રુતા સેવિકા ખડે પગે ઉભી છે. યંત્રમાંથી કરેફર્મ નિયમિત પ્રમાણમાં અપાતું જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com