________________
[ ૩૬ ] ચીન અને પરેચીન, એલ્યું અટપટું ! ભઈ હૈયેય ન ચડે તે હોઠેય ક્યાંથી આવે ?
કાન કુંભાર: પટલાણી ! એમ ઘડી ઘડી બધાંય નડતરૂં કરો તે વાતું કેમ થાય ?
કડવી: તી કાના કાકા ! અમારે તે બોલવાં ય નંઈને ? આ જીભ સળવળ થાય ત્યારે બેલવું તો પડને !
માણસુર: હવે તેણે તૈયાર કરેલી પીચકારીમાં દવાની કુંપીમાંથી દવા ખેંચી, હાથ ઉપર આયોડીનના પિતાથી ચોક્કસ ભાગ ગોતી, રગને શોધી, તે રગમાં તે સેય ભેંકે છે. તે દેખીતી રોય ભલે હોય, પરંતુ તે છે પોલી. અને તેની અણીના ભાગમાં અતિ બારીક તીણું હોય છે. હવે તે ડાકતર હાથને સ્થિર રાખી પીચકારીને ડગવા ન દેતાં હલુ હલુ ઉપરને હાથ દબાવે જાય છે અને દવા રક્તવાહિનીમાં પ્રવેશ કરી લોહીમાં મળી જાય છે.
પાંચ પટેલ: તે મોઢા વાટે એવી દવા લીધી હોય તે ન ચાલે? હવે આવાં ટેંચવા શા? અને આ પીળી પીળી દવા લગાડવી શી?
અભયસીંહ: જુઓને પાંચા કાકા! આ મુખ વાટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com