________________
[ ૪ ] નાની શીશીમાંથી તે દવાને પીચકારીમાં ચુસી લ્ય છે. પછી આડીન નામની જંતુઘાતક
પાનાચંદભાઈ: એ ગઢવી! અરેરે ! આવા હિંસાત્મક કથન ન કરો તો તે ઠીક ! અમ જેવા જેનની આંતરડી કચવાય હો!
દાદુભા માણસુર ! વળી તમારાં પરાક્રમ પધરાં કરો છે ને?
માણસુર: ઘણી ખમ્મા બાપુને! પાનાચંદ મહેતા ! આ પાણીના ઘુંટડા તમે ભરે છે તેમાં શ્વાસ હો છો તેમાં, જંગલે તમે જાઓ છે તેમાં, કેટકેટલા જીવ મરતા હશે તે જોતા નથી અને જ્યાં આ માણસુરે આવી અગત્યની વાતમાં એક શબ્દ ઉચ્ચાર્યો, તેમાં પણ
મણિચંદઃ બારોટ! તમે ખરા છે એ વાત ઠીક. પરંતુ આવું હાસ્ય ઓછું થાય એ ઈષ્ટ હાઈ અલમને આશરો લે.
માણસુર: ધન્ય મારા કરણરાજ મણચંદ શેઠને! ભગવાન શ્રીકૃષ્ણ દીનદયાળુ કહેવાય છે, તેવા જ આપ હોઈ આ પાનાચંદ શેઠના મન મનાવ્યાં. મહાજન પાનાચંદ શેઠ! આ તે રંગના છાંટણાં! આપને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા માગું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com