________________
| [ ૭૩ ] વાળા એ ઝાડવૈદ્ય હતા. એના છોકરા માદેવભાઈ. ના, ના, માફ કરો. એ માદેવભાઈ નહીં પણ શંકરભાઈ. અને તેના સપુત જગતરામભાઈ છે. આ ઝાડફારમાં એણે જ કાઢયું છે.
મેનાઃ ભાનુમતિબા ! તમે કાંઈ આમાં સમજ્યાં?
ભાનુમતિઃ બેન, એ જુગતરામભાઈ તે મારા ભાના મિત્ર થાય. તેમણે આ વૈદ્યનાં દુખ એાછાં કરવા ઝંડુ ફાર્માસ્યુટીકલ વર્સ નામનું કારખાનું કાઢ્યું છે.
મેનાઃ હા આ આ, એ તે હું સમજી. અવારનવાર બાપુ દ્રાક્ષાસવ એ ઝંડુને જ મગાવે છે. વળી કેસરીચંદ કાકા આ ચોમાસું ગયે કેસરી જીવન પણ ત્યાંથી જ મંગાવશે.
માણસુર એ બધાં જીવન, વન, પ્રાશાવલેહ, તાક્ષાસવ અને દ્રાક્ષારસ અને આ મેનાબાના ઝાડફારમા અર્થાત ઝંડુ ફાર્માસ્યુટીકલ વકર્સ એ બધાંનાં માન અને મરતબા ઉતારનાર આ ઈજકશનની વાત પુરી કરી દઈએ. હવે આ પીચકારી તૈયાર થઈ. જેમ કે હીરાને પારખનાર પોતાના નંગને ધારીધારીને નીરખે તેમ, આ ડાકટર સાહેબ તે પીચકારીને ડાબી અને જમણી આંખે બરાબર તપાસી લઈ, તે માથું ફાડેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com