________________
[ રર ) દરબાર ગઢવી! આપણું આ દરબારગઢમાં આવે જમેલો તે પહેલે જ થાય છે. કવિતરૂપે બધાંને રંજન કરવા જતાં લાંબુ થઈ પડશે. મારી સૂચના એ છે કે આજના સમૂહને રંજન કરવા ગઢવી માણસુર સૂત્રધાર અને પ્રેમચંદ અભયસીંહ તેના સહાયક પાત્ર બને. વળી કથન કરનાર એકલા ગઢવી જ નહીં પરંતુ સંવાદ રૂપે આ શાહપુત્ર અને રાજપુત્ર તેને સાથ આપે.
તેવામાં ચક પછવાડેથી અવાજ આવ્યો કે બાપુ! તે સંવાદ રૂપે જ આજનું કથન હોય તે મારું પણ નામ તેમાં દાખલ કરે.
મણિચંદ: બાપુ ! આ તે આપણું મેનાબેનને અવાજ લાગે છે.
એવામાં તે મેના હાજર થઈ. હે વાચક! નીલવણી વર્ષારૂતુની ઘટામાં જેમ વીજળી ચમકે અને ઝબુકા દે તે જ ઘાટ આ કુંવારી મેનાના આવવાથી ઘડાઈ ગયાને ભાસ થયો. મેના આવીતી હરિણી શી, અને આવી ઉભી રહી પણ તે જ પ્રમાણે હસ્તે મુખે.
દરબાર મેનાબા ! ત્યારે તમે પણ એક પાત્ર બનશે ખરાં !
મેના- બાપુ! મેનાનું તો નામ તે બેલી ત્યારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com