________________
[ ૧૭ ] છે તે માત્ર તે જ્યાં પહોંચતા હોય ત્યાં તે ઠીક છતાં તેથી પણ આત દુર સુધી અમારી ગઢવીની દષ્ટિ પ્રવેશ કરે છે. તેથી જ કહેવાણું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
પ્રેમચંદ: એ તે બધું ગઢવી ! જુનું થયું. આ પ્રગતિના જમાનામાં અને અમારી જેવા પાસે ચાવેલું અને ચુંથાયેલું ન ચાલે છે!
માણસુર: ત્યારે પ્રેમચંદ શેઠ! તે હું બીડું ઝડપું છું કે આપ જે વિષય કહે તે વિષયમાં મેઝ કરાવી આ અલ્પ શક્તિવાળો માણસુર આપની અને આપના પિતા કરણ જેવા મણિભાઈ શેઠની વાહવાહ મેળવી શરપાવમાં મોળીયું લેશે.
પ્રેમચંદ: એવા મોઢાના લવકારાથી અમારી જેવા ન સંતોષાય છે. એ તે કહે છે તેવું કરી બતાવે ત્યારે જ અમે આધુનીક જમાનાના છોકરાઓ રાજી થઈએ.
મણિચંદ શેઠ: પ્રેમચંદભાઈ ગઢવી તરફ આવા શબ્દો ન હોય. વળી કવિની શક્તિને તમે આજકાલના જુવાનીઆ આંકી ન શકે. તેમાં પણ આ માણસુર ગઢવી જેવી કૃતિ કાંકરીના કષ્ટથી તે તમે અને તમારા મિત્રો મુગ્ધ બન્યા હતા. વળી તેને મુખે તમારા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com