________________
| [
૮
]
કારકુન કાળીદાસ આવ્યા એટલે પહેલા બે કુંવર અને પછી દરબાર ઉભા થયા. શિષ્ટાચાર પ્રમાણે સત્કાર થયા અને દરબારની ડાબી બાજુએ તે ત્રણેને સ્થાન મળ્યાં.
મણિભાઈ દરબાર ! કલકત્તામાં તમારા માણસુરની ખ્યાતિ તો બહુ બહુ સાંભળી છે. વળી તેણે કાંકરીના કષ્ટથી તે પોતાની કીતિ ચેગરદમ ફેલાવી દીધી છે. એ બધા ચારણ કે ગઢવી એટલે રાજવીના જેવાં જ સુવિખ્યાત છે. જ્યારે ભગવાને રાજામહારાજ, દરબાર કે ઠાકરને રાજ્યદંડ અને લક્ષમીથી પ્રસન્ન કર્યા છે ત્યારે આ દેવીપુત્રેની જીભે સરસ્વતિની સ્થાપના કરી, રાજવીના જેવી જ પદવી અર્પણ કરી છે, કઈ કઈ પ્રસંગે તે આ ગઢવી રાજવી કરતાં પણ ચઢી જાય, જ્યારે રાજા પિતાને ધર્મ ચુકે કે રૈયતની કઈ રાવફરીયાદ તે પવન જેવા ચંચળ મનવાળા દરબાર કે રાજાને કાને એંટીઓ ભરી, તે રાવ સંભળાવવી હોય અથવા તેની શુદ્ધ ઠેકાણે લાવવી હોય ત્યારે પ્રધાન, પુરોહીત કે પોથા ઉથલાવનારા હીસાબી અધીકારી હાર ખાઈ જાય છે તે કટાકટીના પ્રસંગે આ ગઢવી જ તે રાજવીના કાન ખેંચી શુદ્ધ ઠેકાણે આણે છે. તે માંહેલે આ માણસર ચારણ છે. આટલી નાની સરખી કાંકરીને તેણે લડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com