________________
[ ૧૧ ] વાની અસિદ્ધ. તેમની, તે અનેક માંહેલી એકાદ કુયુક્તિ લઈએ. એમનું કહેવું એવું છે કે આત્મજ્ઞાનીને પ્રભુભક્તિની આવશ્યકતા નથી. એ ઉકિત, પહેલી દષ્ટિએ ગમે તેવી રૂડી અને લલચામણું દેખાય છતાં તે સર્વજ્ઞ શ્રીકષ્ણને સ્વીકાર્ય નથી એવું તે શ્રીરંગ બારમા અધ્યાયમાં કહેશે. વળી ત્યાં જ આ મુકુંદ સમજાવશે કે, આવી આ આત્મજ્ઞાભિમાન કહાણી દીર્ધદષ્ટિવાળી છે, એવું તે કહેવાતા જ્ઞાની ભલે કહ્યા કરે, પરંતુ ઉંડાણમાં ઉતરીને જોતાં એ તે છે. “અદીર્ઘ દ્રષ્ટિ” ભક્તિ તે સર્વત્ર અને સર્વદા સુરસામૃત જ છે. એ ભક્તિમાં અમૃતથી પણ અદકે સુરસ ભર્યો પડ્યો છે. ત્યારે આવા આ ભક્તિભાવ પૂર્ણ તે શ્રીકૃષ્ણાર્પણ કર્મ સમર્પણને પંથ આપણે સર્વથા સ્વીકાર કલ્યાણકારક છે.
જ્ઞાન પ્રાપ્તિ ભલે થાય, છતાં તે જ્ઞાન પાકુ થયા વિના દીર્ઘકાળ નભતું નથી. સગુણ-ભજન વિના પાકું થનાર નથી તેથી જ્યાં સુધી તેવી સુદઢતા પ્રાપ્ત થઈ નથી
ત્યાં સુધી તે સગુણ અને સાકારનાં ભજન કરવાં જ રહો. તદર્થે જ શ્રીકૃષ્ણ અર્જુનને કહી દીધું કે “અધ્યાત્મ ચિત્તથી કર્મો કર અને તે કમે મને અર્પણ કરી દે, એવી રીતે જે તું યુદ્ધ કરીશ તે જ તારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com