________________
| [ ૬ ] તારે લોકસંગ્રહાથે કમ તે અવશ્ય કરવાં જ, તેથી જ મેં તને આ રીતે કર્મ કરવાનું કહ્યું: કેમકે અધ્યાત્મ ચિત્તથી અર્થાત્ એકાગ્ર બનીને (સર્વત્ર આત્મા વ્યાપીને રહ્યો છે એવું સ્મરણ રાખીને) આશા, મમતા રહિત બનીને એટલે કે નિષ્કામ થઈને અને કર્મવિષયનું અભિમાન છોડીને તું કર્મ કર એવો મારે તને આગ્રહ છે. જ્યારે તે આશા અને મમતાને દૂર કરી દીધી એટલે તારી સામે “હુંપણું” માથું નહિ ઉપાડે. ત્યારે તોભાવ તે કર્મમાં તને નહિ રહે.
જ્યાં આવી આશા મમતા રહિતતા ત્યાં અકત્તા આવીને પ્રત્યક્ષ ઉભી રહેશે, આવે મેકે કમાત્રમાં બ્રહ્મતા પ્રવેશ કરશે. જ્યારે કર્મને પલટો બ્રહ્મમાં થયે કે તરત જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજ) એનું નામ જ અધ્યાત્મ અને તે સ્થિતિ કહેવાય છે. આધ્યાત્મિક, એ બ્રહ્મજ્ઞાની થયા પછી પણ તારે જે કાંઈ કમ તું કરે તે સર્વે કર્મો મને અર્પણ કરવાં, અને હું સગુણ અને સાકાર બ્રહ્મા છું એ વાત તારે કદિ પણ ન ભૂલવી.
અર્જુન! એક વખત અહંકારનો ત્યાગ થઈ ગયા છે ત્યારપછી આવાં આ કર્મોને કૃષ્ણાર્પણ કરવાનો સંસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com