________________
[ ૧૭ ] પછી રૂવે છે. તે વાચક ! તેવા હજાર મહેલે એક તું થજે. ભાઈ! નવસો નવાણુંમાં નહિ ભળતો હો.
આવી રીતે લેખકની અને વાચકની દશે ઈન્દ્રિય પ્રસન્ન થઈ ન થઈ ત્યાં તો તે પૂજારી હસ્ય, દેવી હસી, અગ્નિને ભભૂકો ઉડ્યો, અગ્નિ છતાં તેમાં ઉષ્ણતા નહિ પરંતુ સુખ સ્પર્શ હતાં.
પૂજારી અને પૂજ્ય દેવી હળુ હળુ અરસ્પરસની સામે આવતાં ભાસે છે; ડગે ડગે હર્ષાય છે, આગંતુક દેવીમાં એ દશ્ય બને છે. દેવી તેને પોતાના અંતરમાં લપેટી તે આગંતુકના હૃદયમાં મંદિરસ્થ દેવ આત્માના ચરણમાં બહુ કાળજીથી પધરાવી પાછલે પગે હળવે હળવે અતિ હળવે પગે પાછી હઠે છે.
આત્મા પ્રસન્ન વદને આગંતુક ઉપર અમિદષ્ટિ ફેકતાંજ તેના ચરણમાં પડેલા આગંતુકમાંથી તેવીજ જ્યોતિ ફરી હસે છે, હર્ષાતાં હર્ષાતાં આત્મામાં જીવાત્મા લીન થઈ જાય છે. હવે તે જીવાત્મા નહિ પરંતુ પ્રત્યક્ષ શિવ બની ગયો છે. આત્મજ્ઞાન દેવી હૃદય મંદિરને ઉંબરે ઉભી ઉભી છાની છાની આ બધું નિરખે છે. અરસ્પસમાં તેમને લીન થતાં જોઈ તેને અંતરાત્મા પ્રસન્ન થાય છે. તેના હાથ અનાયાસે ભેળા થઈ આશીર્વચન ઉચારતા ભાસે છે. તેના મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com