________________
[ ૧૨ ] વામાં રજ જેટલો વિલંબ કે તૃણ જેટલી પ્રજારી જે નવા આગંતુકને આવી હોય તે સાથે આવેલ આત્મજ્ઞાન નગરના તેના સાથી પિતાની મઢુલીમાં તેને લઈ પાઠ પઢાવી પ્રવીણ કરી ટુંક દિવસોમાં ફરી દ્વારપાળના સાનિધ્યમાં તેને ખડે કરે છે.
હવે તેવા આનંદમગ્ન આ સંપ્રદાયના ઉપાસકને આત્મજ્ઞાન દેવીના કમળકા સિંહાસનની પૂજા કરાવે છે. તેની આ પૂજા છેલ્લી છે. આત્મજ્ઞાન દેવીના ચરણમાં તેનાં સર્વ સાધન, સંપત્તિ, જ્ઞાન, વિજ્ઞાનાદિ સર્વે સમર્પણ કરી દે છે, સાથે આવેલા તે પુરના તેના સાથીઓ તે દેવીની પૂજા કરાવે છે, તે પૂજા વિધિમાં નથી જોઈતાં પુષ્પ, નથી ત્યાં આવશ્યક્તા અબીલ ગુલાલની, અગરબની કે ચંદનની અર્ચાની, અહીં પ્રથા નથી, હાથજોડ તે મંદિરને ઉંબરે દ્વારપાળની પાસે જ તેને ઠાલવી નાખી હોય છે.
ત્યારે આ પૂજા વિધિ કેવી હશે? હે વાચક! તારે તે જાણવી છે? જાણવી હોય તે તારે પ્રતિજ્ઞા કરવી પડશે કે “આજથી હું તે માર્ગો પરવરીશ” હા, તને તારા ઐહિક વ્યાપાર કરવાને અવકાશ અને છુટ રહેશે; તે તો આ દેહ રૂપી નાવડાને ટકાવી રાખવા. તેમ કરવા છતાં મનમાં ગેખી રાખ, હદયમાં ગાંઠ બાંધ કે “હું આ દેહ નહિ પણ આ. દેહમાં વસતે જીવાત્મા છું. હું શિવ છું અને જીવભાવ ટળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com