________________
[ ૧૧ ] તેથી તેવા–આત્મજ્ઞાન દેવીના ઉપાસકને આત્મજ્ઞાન દેવી મંદિરમાં સાથે લઈ જાય છે, આત્મજ્ઞાન દેવીના ઉંબરે દ્વારપાળ પૂછે છે કે “હે બંધો” તારા સ્મરણ પટરૂપી ખીસ્સા ખાલી કરી નાખે. એ સ્મરણ પટના ખુણે ખુણા શોધી, પાપ પુણ્ય, એવી ભાવના, સારૂં, નરસું કે અજવાળું, અંધારું, અજ્ઞાન, જ્ઞાનાદિ દ્વંદ્વો, ચાર વર્ણ અને ચાર આશ્રમ, તેમજ ધર્મ, અધર્મ, રૂપ, ભેદે, શવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, ઈસાઈ મુસ્લીમાદિ ધર્મ ભેદ, સંપ્રદાયભેદ, વાડા પાડા આદિ વિષવાદ એવું એવું જે કાંઈ સ્મરણ પટના ખુણે ખુણા ખેળી તે સવેને જ્ઞાનાગ્નિકુંડમાં હોમી દીધા, તેની ભસ્મ હું નીરખું છું; તેવી ભસ્મને સુદ્ધાં હું તિલાંજલિ દઉં છું એવી શુદ્ધ. અને પ્રખર ભાવના ભાવે. તે ભાવના ભાવી?”
આવા દ્વારપાળના પ્રશ્નને પ્રત્યુત્તર શુદ્ધ રજક ઘંટડીના. રણકારવત્ તુરતજ દ્વારપાળને મળે છે એટલે તેને આ મંદિરમાં પ્રવેશ કરવા દ્વારપાળ નીચે નમી ઉભા થઈ, બે હાથે, નમસ્કાર કરી કહે છે કે “ આવા સંસ્કાર અને સત્કારની ભાવના સુદ્ધાં આજે છેલ્લી સમજી કરી તે મનમાં યાદ નહિ. રાખતા હો! એ વિવેક અને એવાં સંસ્કારને સુદ્ધાં તમે. ફેંકી દીધાં છે એવી ભાવના દઢ રાખી, હવે તમે આ દેવી મંદિરમાં પ્રવેશો. દ્વારપાળના પહેલા પ્રશ્નને પ્રત્યુત્તર આપ-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com