________________
[ ૧૭ ] વિદ્યાલયમાં થોડાજ કાળમાં વસી સાધુ સંતના સાથમાં આત્મજ્ઞાન દેવીની પૂજાનાં વિધિ શીખી જાય છે. અહિં તે આત્મજ્ઞાન મંદિરને અધિકારી, આત્મજ્ઞાન સંપ્રદાયને ઉપાસક અને આત્મજ્ઞાન દેવીને પૂજારી એવી ત્રણ પદ્ધીઓ પામે છે; આ પદ્ધી પ્રાપ્ત મનુષ્ય હોય તે જ આત્મજ્ઞાન પ્રદેશમાં પ્રવેશ કરવાનો અધિકાર પામે છે. આવી ઉપાધીવાળાને હવે ત્યાં કઈ રકતું નથી. વળી વગર પૂછે તેને જે મળે તે આત્મજ્ઞાનપુરની વાટ બતાવે છે. આવી સવળતા પામીને જોતજોતામાં તે આત્મજ્ઞાન નગરમાં વહેલ વહેલો પહોંચી જાય છે, તે પુરમાં પ્રવેશતાંજ, તે પુરવાસીઓ લાંબા સમયને તે પરિચિત મિત્ર હોય તેવા સભાવથી તેને સત્કાર કરે છે. આ પુર અને પુરવાસીઓને સાથે તેને આનંદમગ્ન બનાવે છે.
આ નવા આગંતુકને જ્ઞાન કુંડમાં સ્નાન કરાવી, શ્વેત બે વસ્ત્રો તેને આપે છે. એક પહેરવા અને એક એઠવા. અહિં વર્ણ અથવા ભેદ વા રંગને નથી અવકાશ કે નથી સ્થાન, અહિં અદ્વય અને અદ્વૈતની જ હાક સંભળાય છે. દેવીના મંદિરના ઘુમટમાં ગુંજતે ધ્વનિ સુદ્ધાં તેજ અદ્વય અને અદ્વૈત ભાવના ધૂને ચઢાવનારે જ સંભળાય છે. આ ધ્વનિમાં મસ્ત બનેલા જીજ્ઞાસુ, ના–હવે આપણાથી તેને
જીજ્ઞાસુ ન કહેવાય કારણ હવે તેને ત્રણ ડીગ્રી મળી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com