SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પામવાને માર્ગ મળી ગયો. એ સ્વીકારેલી પ્રાતિજ્ઞાનું પ્રતિપાદન અમે કર્યું; હવે તેને તે માર્ગ મળે છે તે તેને અનુસરી તું અમર બની જા. આવી રીતે અમૃત વસ્તુની ઓળખાણ કરાવી દીધી. વળી તે વસ્તુને પ્રાપ્તિ કરવાની રીતિ અને વિધિ બતાવી દીધી. અમર આ રીતે થઈ શકાય છે. હવે હે વાચક! કહે જોઈએ કે, સ્વર્ગના વૈભવ જોગવતાં અમૃતપાન કરવાનું તને ગમે કે, આ ગૃહસ્થાશ્રમ જીવન ગાળી સ્વરૂપાનંદ અનુભવતાં અનુભવતાં મૂળ રૂપે તું જેમ અમર હતું તે મૂળ સ્થાને પહોંચી નિત્ય બની અમરત્વ જે તારું હતું તે સ્થાને જઈ તે સ્વરૂપમાં સમાઈ જવું તને ગમશે ? કેમ શું ધાર્યું? હા, સમજે, તને તે ગમે છે પરમાનંદ અને તેની પ્રાપ્તિ. અહિં ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થાય છે. અહિં તે સ્વર્ગનાં વૈભવ, અપ્સરાનાં સંગીત, અમૃતનાં પાન કોને ન ગમે? તેવું બધું ગમે તે ખરૂં છતાં જ્યારે પુણ્ય સંચય વપરાઈ જાય અને પરિણામે સ્વર્ગમાંથી પડી મૃત્યુ લોકમાં આવવાથી થતે આઘાત અને લાગતે પછાડ તને નથી ગમતે, એ તારૂં કથન યથાર્થ છે. તારે આ નિર્ણય અને એવી જ તારી જે ભાવના છે તે જરૂર તને જ્ઞાનમાં પ્રગતિ કરાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy