________________
| ૐ નમો ભગવતે વાયુદેવાય |
અલૌકિક અમૃત.
લેખક–મૂલજી રણછોડ વેદ.
-_ સ્વર્ગમાં બ્રાહ્મણોને મેદક નથી મળવાના. હેમંત રૂતુમાં અડદીઆ ખાવાના અભ્યાસી માટે ત્યાં અડદીઆ બનાવનાર કદાઈ નથી, કે નથી પાકરણએ બનાવેલું એસાણ અને ભાત સાથે કઢી ત્યાં. સિદ્ધપુરીઆને દૂધપાક ભલે ઉત્કૃષ્ટ ભજન ગણાતો હોય છતાં તે આ પૃથ્વી ઉપરજ પામીએ, સ્વર્ગમાં તે નહિ મળે, માટે જેઓ મુખસ્વાદીઆ હોય અને સાથે સાથે જે સ્વર્ગમાં જવાની તૈયારી કરતા હોય તેમણે આ બધું આ પૃથ્વી ઉપર ખાઈ લઈ પરવારી જવું. સ્વર્ગનું ભેજન ખાદ્ય તેમજ પેય એકજ છે અને તે અમૃત. દેવ નિરંતર આ અમૃત પાન કરનારા હોઈ અમરજ છે.
આ રીતે દે ભલે અમર કહેવાય છતાં તે અમરતા -તેમને સદાને માટે સ્વર્ગ સુખના ભોક્તા રહેવા દેતી નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com