________________
શહેરયાત્રાને નિર્ણય બે દિવસ ત્યાં સ્થિરતા કર્યા પછી પુનઃ સંઘ સાથે લાના ઉપાશ્રયે પધાર્યા, આચાર્ય દેવે સંઘને પહેલાં કીધું હતું કે હું પહેલો આવ્યો છું ફરીથી પાછા અવાય કે કેમ? માટે મારી ભાવના એવી છે કે અમદાવાદના બધા દેરાસરોના દર્શન કરી લઉ તે વધારે સારું, આ ઉપર શ્રી સંવે પરસ્પર વિચાર વિનિમય કરીને આ નિર્ણય કર્યો કે ડહેલાના ઉપાશ્રય તરફથી શહેરયાત્રા કાઢવી. અને આચાર્ય દેવની ઈચ્છા પૂરી કરવી. સાથોસાથ શહેરના બધા ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવે પન્યાસપ્રવરે મુનિવરો એવં સાધ્વીજી મહારાજાઓને શહેરયાત્રામાં પધારવા માટે ખાસ વિનંતી કરવી. આ ઠરાવ સર્વ સમ્મતિથી પસાર કરી પિપર છપાવવામાં આવ્યા. અને આગેવાન શેઠિયાઓ બધા ઉપાશ્રયે જઇ વિનંતી કરી આવ્યા, બનતા સુધી બધાએ આવવા માટે વિનંતીને વીસ્કાર કર્યો.
પહેલે દિવસ હયાત્રા પ્રારંભ કરવાને દિવસ કાર્તિક વદ ૧૨ તા. ૨૨-૧૧-૫૪ સોમવારને રાખવામાં આવ્યું, તે દિવસે પાંજરાપિાળ ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવ શ્રીમદ્વિજય ઉદયસૂરિજી મ. પગથીયાના ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવ શ્રીમદ્વિજય મનહરસુરિજી મ, ડહેલાના
ઉપાશ્રયે બિરાજેતા આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાચલસુરિજી મ. શાહપુર ઉપાશ્રયે બિરાજતા આચાર્યદેવ શ્રીમદ્વિજય ધર્મસૂરિજી મ., લુવારની પિાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com