________________
( ૮૫) જીવન ચરિત્ર અને હેમના અનુયાયીઓની કેટલીક હકીક્ત આપણે જોઈ ગયા. હવે બીજા મહાશય સમ્બન્ધમાં જે જે હકીકતે હને મળી શકી છે તે તે જણાવીશ.
સુરતના એક લક્ષાધિપતી દશાશ્રીમાળી વણિક વર વોરાની પુત્રી ફુલબાઇને લવજી નામે પુત્ર હતું. તે ઘણે ચાલાક હતા. ઉમરે આવૈતાં મ્હણે ચતિ વજગજીની પાસે શાસ્ત્રાધ્યાયન કર્યું. ધર્મની ઊંડી બાબતમાં ઉતરતાં હેને જણાવ્યું કે, હાલના યતિઓ શાત્રોકત વ્યવહાર પાળતા નથી. તેથી પોતે શુદ્ધ ધર્મ ચલાવવા ધાર્યું. પરંતુ તેમના દાદાએ ગુરૂ વગિજી પાસે જ દિક્ષા લેવાની ફરજ પાડવાથી પ્રથમ તે યતિપણું અંગીકાર કર્યું. પછી જેમ ધર્મસિંહ અને શીવજીઋષિ વચ્ચે શુદ્ધાચાર માટે ચર્ચા થઈ હતી તેમ આ ગુરૂ-શિષ્ય વચ્ચે પણ થઈ અને અંતે (બે વર્ષ યતિપર્ણ પાળ્યા પછી ) શ્રીમાન લવજી યતિ મટી સાધુ બન્યા. પિતાની સાથે યતિઓમાંના બે ( ભાણેજી અને સુખજી ) સાધુવેશમાં લાવવામાં તેઓ ફતેહમંદ થયા હતા. દિક્ષા ખંભાતમાં પિતાની મેળે લીધી હતી. દિક્ષાની સાલ માટે બે મત છે. મહારા માનવા પ્રમાણે ૧૬૯૨ માં દિક્ષા લીધી હશે; હારે એક પટાવળીમાં ૧૭૦૫ ની સાલ પણ મ્હારા વાંચવામાં આવી છે.
ખંભાતમાં શ્રીમાન લવજી ઋષિને શુધ્ધપદેશ સાંભળી ઘણું લેકે તારીફ કરવા લાગ્યા. પરંતુ આ કીર્તિ ખુદ વીરજી વોરાથી જ સહન થઈ નહિ. પિતાના ' કુળગુરૂ પાસેથી જ્ઞાન લઈને એક માણસ જૂદી પરૂપણું કરે એ હેમનાથી કેમ ખમાય ! હેમણે ખંભાતના નવાબને ખાનગી રાહે લખ્યું કે, લવજીને ગામમાં રહેવા દે નહિ. નવાબે તે પત્ર વાંચી લવજી ઋષિને પિતાના ડેલા પાસે બેસાડી મૂક્યા. યતિ તે હાં પણ આર્ત થાન-રાદ્ધ ધ્યાન નહિ થાતાં ધર્મ ધ્યાન બાવા લાગ્યા–સજઝાય કરવા લાગ્યા. આ જોઈ બેગમે નવાબને કહ્યું કે “ સાંજ લોકોને કાપાવવામાં સાર નથી. ” એથી મુનિને છોડી મુકવામાં આવ્યા. હાથી વિહાર કરી મુનિ કહેદરા થઈ અમદાવાદ આવ્યાં અને ઓશવાળો પૈકી હજુ એકને ધર્મ પમાડે. આ વખતે કાલુપુરના દશાપોરવાડ શ્રાવક સમજીએ ૨૩ વર્ષની ઉમરે તેમની પાસે દિક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com