________________
હુથી, તે હું કહી શકતા નથી પરંતુ ગમે તેમ તે યક્ષ પેતાને ધી સ્વભાવ ભૂલી ભક્તિવંત બન્યા અને ધર્મસિંહની વયાવચ્ચ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેમના ઉપદેશથી તે વખત પછી કોઈ દિવસ કેઈન ઈજા નહિ કરવાને હે સંકલ્પ કર્યો. બાદ પણ ચાલ્યો ગયો. મધ્ય રાત્રી સુધી સઝાય-ધ્યાન કર્યા બાદ ધર્મસિંહે પણ થોડો આરામ લીધે અને વળી પાછલ્લી રાત્રે ઉઠી નેંતુ તે જ પવિત્ર કામ કરવા લાગી ગયા.
પ્રભાત થયું. સેનેરી સૂર્યકિરણોએ તે જગાના ભયંકર દેખાવને દૂર કર્યો એટલે કે એક પછી એક આવવા લાગ્યા. જેઓએ ગઈ રાત્રે સાંજે એક યતિને ત્યહાં જે હતા તેઓ હેનું શબ જોવાની આશાએ જરા વહેલા વહેલા આવી પુગ્યા હતા. પરંતુ હારે શબની જગાએ ધ્યાનમાં લીન થવાને લીધે શબવત્ દેખાતા મહાત્માને સહીસલામત જોયા ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ તે મહાત્મા પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો. પર્યક આસને બેઠેલા યતિએ પછી હેમને સધળી હકીકત જણાવી. આથી મુસલમાને પણ યતિ વર્ગને ચમત્કારી સમજી તેઓ તરફ વિનય બતાવતા થયા.
ચાર ઘડી દિવસ રહો હારે ધર્મસિંહ ગુરૂ પાસે (કાળુપુરના ઉ. પાશ્રયે ) આવ્યા; વંદન કરી સર્વ હકીકત જાહેર કરી.
શિયનું આવું શૂરાતન ભરેલું આચરણ જોઈ ગુરૂના મનમાં આવ્યું કે, આ શિષ્ય મહા પરાક્રમી અને બુદ્ધિશાળી છે અને પરિસહ ખમવામાં દઢ છે તેથી રૂડી રીતે સંયમ પાળશે અને જેન માર્ગ દીપાવશે તેથી શાસનને ઉધત થશે. આમ વિચારી હેમને ફરીથી સંયમ ગ્રહણ કરી વિચરવાની આજ્ઞા આપી અને કહ્યું કે “ હમારા સંયમને નિભાવ થશે ! ” ગુરૂની આજ્ઞા સાંભળી પરમ સંતોષ પામી બીજા કેટલાક દિક્ષા લેવાને વિ. ચાર ધરાવતા યતિઓને સાથે લઈ પિતાના ગુરૂની ભક્તિ કરી, ખમતખામણું કરી, ત્યહાંથી નિકળી દરીયાપર દરવાજાની બહાર ઇશાન ખુણાના ઉદ્યાનમાં જઇ ( સંવત ૧૬૮૫માં* ) સંયમ અંગીકાર કર્યો.
આ લેખને આ ભાગ જ લખવાનું કામ ચાલતું હતું તે વખતે પોષ્ટમેને કેટલાક કાગળ મહારા હાથમાં મૂક્યા, જહેમાંના પહેલા જ પત્રને ફેડતાં હેમાં કચ્છી મુનિશ્રી નાગચંદ્રજીએ લખી મોકલેલી એક જુની કવિતાની નાલ નીકળી આવી. હેની ૪૦ કડીઓમાંની થોડીક કડીઓ નીચે ટાંકું છું - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com