________________
(૫૫) અતડા રાખે છે અને કવચિત હેમની ઈર્ષા કરતા પણ જોવામાં આવે છે. શા માટે તે વર્ગને આજીજી કરીને, ખાનગી રાહે આગેવાનો મારફત ઠપકો અપાવીને અને તેમ છતાં ન માને તો જાહેર પેપર દ્વારા ખુલ્લે પોકાર ઉઠાવીને યતિઓને, દેશકાળ હેમની પાસેથી જે જાતનું કર્તવ્ય માગે છે તે બજાવવા ફરજ ન પાડવી જોઈએ ?
અસ્તુ; આપણે હવે આપણું એતિહાસિક મુદ્દાને પાછો હાથમાં લઈશું. હું કહી ગયો છું કે શ્રીમાન લંકાશાહની પાટે થોડા વખત સુધી તે શુદ્ધ સાધુઓ થયા અને પછી સાધુઓ અને યતિઓ એમ બે વર્ગ ચાલ્યા. પ્રથમ તો હું લેકશાહની પહેલી પાટે થયેલા શ્રી ભાણજી અધિથી તે હાલના શ્રી પ્રજા સાહેબ શ્રીમાન્ નૃપચંદ્રજી (જામનગર), શ્રીમાન ખુબચંદ્રજી (વડોદરા) અને શ્રીમાન વજેરાજજી (જેતારણ) સુધીની વંશાવળી સંક્ષેપમાં (હને મળેલા સાધન પરથી) જણાવીશ અને ત્યાર પછી શ્રીમાન લંકાશાહના શુદ્ધ ઉપદેશને પુનરોદ્ધાર કરનાર શ્રીમાન ધર્મસિંહજીતથા લવજી ઋષિથી આજ સુધીને ઈતિહાસ જણાવીશ. હું એકવાર કહી ગયો છું અને વળી ફરીથી કહું છું કે, મને પિતાને મહને મળેલી ને ઉપર સંપૂર્ણ ભરે નથી; કારણ કે ઇતિહાસ લખવાની ટેવ જ આપણામાં ન હોવાથી જુદી જુદી યાદીઓમાં જુદી જુદી હકીકતો લખેલી છે. મહે તે માત્ર મહિને એકના મુકાબલે બીજું જે કાંઈ વધારે વજનદાર લાગ્યું તે સ્વીકાર્યું છે. હું જાણું છું કે હારી નેંધમાં ઇતિહાસીક ભલે હશે જ પણ તે ઇરાદાપુર્વક કરાયેલી ન હોવાથી ક્ષન્તવ્ય છે.
પાર્ટ ૧ લી. ત્રષિ શ્રી ભાણજી સીરહી તાબાના અહટવાડાના રહીશ; તે પિરવાડ; સંવત ૧૫૩૧ માં થતી રિદ્ધિ ત્યાગીને ૪૫ પુરૂષો સાથે અમદાવાદ મુકામે દીક્ષા લીધી.
પાટ ૨ જી. શ્રી ભીદાજી; શાહીના રહીશ, ઓશવાલ, સાથરીઆ ગોત્રી, પુષ્કળ દ્રવ્ય છોડી કુટુંબ પરિવાર સહિત ૫ માણએ સાથે ૧૫૪૦ માં દિક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com