________________
(૫૪) ચાહે તે લંકાના અનુયાયી હૈ, ચાહે તે લવજીના અનુયાયી હૈ, ચાહે તે કઈ “વિજયના અનુયાયી હૈ, ચાહે તે કઈ વિલાયતી છે. આવી ગુણદષ્ટિ રાખીને યતિવર્ગે સાધુ વર્ગથી નિકટ સંબંધ બાંધવો અને સ્થાનક વાશી કે સાધુનાગ જૈન શ્રાવકોથી અતડા ન પડવા પિતાના શ્રાવક વર્ગને શિખામણ આપવી. શ્રીપૂજ્યને માનનારા શ્રાવકોએ જુદા અને સાધુને માનનારા શ્રાવકોએ જૂદા એમ બે જુદા પક્ષની હયાતીજ ખેદજનક છે. શ્રી પૂજ્ય અને સાધુ એ વર્ગ જુદા (આચારની ભિન્નતાના સબબી) હેય એમાં ખેદજનક કશું નથી, પરંતુ એક માણસ શ્રીપૂજ્યને જ માને, સાધુને નહિ, અને એક માણસ સાધુને જ માને, શ્રી પૂજ્યને નહિ એ ખેંચતાણ માઠું ભવિષ્ય સૂચવે છે. હું પાછળ જણાવી ગયો તેમ શ્રી પૂજ્યના યતિઓનું કર્તવ્ય જુદું છે, અને પંચમહાવ્રતધારી સાધુઓનું કર્તવ્ય જુદું છે, એમ બન્ને વર્ગની હયાતી આપણા સંધને જરૂરની છે. તે પછી એકને માનવું અને એકને ન માનવું એ શું ? યતિને જ માનનારા અને સાધુવર્ગથી દૂર જ રહેનારાનું કલ્યાણ કેઈ કાળે પણ ન થાય એ માટે હું ગેરન્ટી આપું છું, કારણ કે જે દશા અત્યંત શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થયા વગર તો કોઈ મેક્ષ ગતિ પામી શકે જ નહિ એવું સાધુવ્રત અંગીકાર કરવું ન બને તે હેની ઈચ્છા–ભાવનાત કરવી, કે જેથી કેઈનહિ ને કાઈ વખત પણ તે પ્રાપ્ત થવાનો સંભવ રહે. પરંતુ જેઓ પરિગ્રહધારી યતિમાંજ સર્વસ્વ સમાયેલું માની, સાધુવર્ગની નિંદા જ કરશે હેને કોઈ કાળે મેક્ષ નથી, નથી ને નથી જ.
તેમજ, જેઓ સાધુવર્ગની અગત્ય સ્વિકારીને જ બેસી રહેશે અને ગૃહસ્થના આચાર વિચાર ઉપદેશનાર, જાગૃતિ ઉત્પન્ન કરનાર એવા “ અર્ધ સાધુ” વર્ગ અથવા યુતિવર્ગની અગત્ય નહિ સ્વીકારે તેઓ પિતાના સંધની સાંસારિક અધોગતિ પણ જલદી નિહાળશે. હું કબુલ કરીશ કે હાલના યતિઓ આવી ફરજ બજાવવા તૈયાર થયા નથી; પણ હેમાં જેટલી કસુર હેમની છે તેટલી જ કસુર સામા પક્ષની છે, કે જેઓ હેમને પિતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com