________________
(૪૪) લેકશાહ કોણ હ, હરે અને કાં કાં ફર્યો હતો એ વગેરે બાબતમાં આજે આપણે પાકા પાયા પર કાંઈ જાણતા નથી. જેકાંઈ વાતો હેમના સમ્બન્ધમાં સંભળાય છે હેમાં વધુ માનવા લાયક વાત મહને તે આ જણાય છે કે, શ્રીમાન લંકાશાહ શહેર અમદાવાદના એક નામાંકિત શાહુકાર હતા. રાજદરબારમાં હમનું સારૂં માન હતું. તેમના દસ્કત ધણું સુંદર હતા અને સ્મરણશકિત પણ ઘણું તેજ હતી. એકદા તેઓ અપાસરે ગચેલા હાં જ્ઞાનજી વગેરે યતિઓ ગ્રંથને પલેવતા હતા અને જીર્ણ થઈ ગયેલા ગ્રંથની દશા જોઇ ખેદ પામતા હતા. એક યતિએ લોંકાશાહને મજાકમાં જ કહ્યું: “ શાહજી ! હમારા હરફ પણ સુંદર છે, પણ તે અને મારે શા કામના ? આ ભંડારનો ઉદ્ધાર કરવામાં તે દસ્કન કાંઈ કામે લાગશે ? ”
જહેમને સ્વભાવ જ હમેશ કાંઈ નહિ ને કાંઈ ઉપકાર કરવાનું હતું એવા લોકશાહે જવાબ આપેઃ “ ઘણી ખુશીથી; મહારાથી બનશે તેટલાં સાથીની નકલ લખી આપવા હું તૈયાર છું.”
તે વખતથી હેમણે એક પછી એક સૂત્ર લખવામાં જ દિવસ - તીત કરવા માંડયા. શ્રી દશવિકાલીક સત્રમાં “ઘો મંત્ર મુવુિં ગાલા હંગામો તવો” એવો પાઠ હેમના વાંચવામાં આવતાં અને સાધુઓના વ્યવહાર હિંસામય પોતાની આંખે જોવામાં આવતાં તેમને ઈચ્છા થઈ આવી કે ધર્મનું અસલ સ્વરૂપ શોધવું. એક પછી એક શાસ્ત્ર લખવામાં આવતાં હેમને ઘણું જ્ઞાન થયું. એક પુસ્તક વાંચવા કરતાં લખવાથી દસઘણું જ્ઞાન થાય છે, તે તદ્દન ખરી વાત છે, કારણ કે લખવામાં જે વખત જોઈએ છે તેટલા વખતમાં તે બેલ મગજમાં બરાબર ઠસાયછે.
ઉતારવા લીધેલાં શાસ્ત્રોની એકેક પ્રત તે યતિઓ માટે અને અકેક પિતાના ખાનગી ઉપયોગ માટે કરાતી હતી. આ પ્રમાણે કેટલેક કરી લેકાચાહ પાસે અછું જેનસાહિત્ય એકઠું થયું. મહારી કલ્પના પ્રમાણે એમ બનવા સંભવ છે કે જેમ જેમ શાની ખુબીઓ શ્રીમાન કાશાહ સમજતા ગયા તેમ તેમ બેવડી પ્રત ઉતારવાનું કામ પતે નહિ પણ કોઈ પગારદાર લહી આ પાસે કરાવતા ગયા હશે. કારણ કે પોતે શ્રીમંત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat