________________
( ૪૧ ) છેવટે સંધના વચ્ચે પડવાથી ગુરૂએ કહ્યું કે કોઈ મહારાજાઓને ધર્મ પમાડી ધર્મની પ્રભાવના કરશે હારે હેને ગ૭માં લઈશ. આથી બાર વર્ષ સુધી એમણે ધર્મની પ્રભા કરી મહાન ગ્રંથે રહ્યા અને રાજએને ધર્મ પમાડ્યો, અંતે હેમને ગ૭માં લીધા. આ પ્રમાણે ગ્રંથોમાં હકીકત છે.
( ૧૫ ) મહાવીરની ૧૫ મી પાટના ધણુ બી વજસેન સ્વામી કે જેઓ વીરાત ૨૦ વર્ષે દેવલોક પામ્યા હેમના વખતથી ૪ ગ૭ સ્થપાયા કે જે ચારમાંથી હાલના ૮૪ ગચ્છ નીકળ્યા છે.
હકીક્ત એમ છે કે, વજસેન સ્વામીના વખતમાં પ્રથમ ૫ વર્ષને અને પછી સાત વર્ષને એમ લાગલગાટ બાર વર્ષને દુષ્કાળ પડ્યો. જે વખતમાં બીજા દેશોથી ધાનપાણી ખેંચી લાવવાને આજના જેવી રેલવે ગાડી કે સ્ટીમરની સગવડ નહતી, એવા વખતમાં બાર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે ત્યહાં કેવી વિટમ્બના હોય એને ખ્યાલ પણ ત્રાસદાયક છે. એવા વખતમાં હાં લક્ષાધિપતિઓ ભૂખે મરવા લાગ્યા હાં મિર 'ને આહાર પાણીના તડાકા પડે એમાં શી નવાઈ ! અને
હાં “ ખરાખરીને ખેલ ” હેય હાં મરદ સિવાય બીજો કોણ ઉભે રહી શકે? ખરેખરા ક્રિયાવત ૭૮૪ સાધુઓએ તો સંથારો કરી સાર્થક કર્યું. કેટલાક થોડા ભુખમાં રીબાવા છતાં હાં પડ્યા રહ્યા. બીજાઓ દુષ્કાળને ખોટો લાભ લઈ લેકોને ઠગવાના રસ્તા શોધવા લાગ્યા:–“ જુઓ ભાઈઓ ! આજકાલ મરણ તો પગલાંની હેઠ થઈ ગયું છે. હમારી નજર આગળ કુણું બાળકો ભુખથી મરે છે માટે મનુષ્ય દેહનું સાર્થક કરવું હોય તે ભૂખ્યા રહીને પણ હમારા ભગવાન આગળ ચપટી ચેખા કે ફળ કે પૈસે મુકો, એથી હમને આવતા ભવમાં સારું ફળ આપશે.” એવી વિચિત્ર દલીલ વડે પેટ ભરવાના રસ્તા લેવા લાગ્યા.
એ વખતમાં એક જનદત્ત નામે ધનાઢય શ્રાવક ભૂખથી મરવા પડશે. તેને વજસેન સ્વામીએ શુભસુચક ભવિષ્ય કહ્યું કે, કાલે દેશાવરથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat