________________
અર્પણ પત્રિકા.
કોઈ પણ જાતના પક્ષપાત વગર લખાયેલું આ નાનકડું પુસ્તક મ્હારે કોને અર્પણ કરવું એ સવાલના નિરાકરણ માટે મહારે જેટલું ભેજું તેડવું પડયું છે તેટલું આખું પુસ્તક લખતાં પણ તેવું પણું નહેતું ! એ પુસ્તક શું કોઈ લક્ષાધિપતિને અર્પણ કરવું ? રૂપીઆના મેહમાં ગાંડા થયેલાને જગતને તારનાર પુરૂષોના સમુહના જીવન અર્પણ કરતાં મ્હારી સદસદ્દવિવેકબુદ્ધિ ને ડંસવા લાગી. વિદ્યાને અર્પણ કરવું ? હાં હૃદયની પવિત્રતાની ગેરન્ટી શી ? હારે શું સાધુ વર્ગ પૈકી કોઈને અર્પણ કરે ! મહાવીર અને કાશાહ, ધર્મદાસજી અને ધર્મસિંહજીનાં જિવન અર્પણ કરવાને લાયક કોઈ પાત્ર એ વર્ગમાં મહારા અનુભવમાં નહિ આવેલું હોવાથી (જો કે હયાતી તે હશે જ) હે તે વિચાર પણ બાજુએ મૂકયો વિચારશક્તિ મુંઝાઇ–ગભરાઈ. છેવટે એવો ઠરાવ કર્યો કે જે મહાન આત્માઓ અત્રે ચોતરફ પ્રકાશ ફેલાવવા માટે અવતાર પામ્યા હતા અને અમુક અંશે તે કામ પાર પાડીને પિતાનું કામ અધુરું મુકી ચાલ્યા ગયા છે તેઓના આત્માને જ તે કુલડું અર્પણ કરવું, એવી અરજ સાથે કે, તે આત્માઓ હેબના વખતની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિને મુકાબલો કરી પિતાનું અધુરું મુકેલું કામ પરિપૂર્ણ કરવા માટે અદશ્ય રહી પ્રયાસ કરે અને જે જે આત્માઓ આ દેખાતી દુનીઆમાં ધર્મપ્રવૃત્તિને ફેલાવો કરતા હોય હેમનાં શરીર, બુદ્ધિ અને પૈસા દ્વારા તે મહાત્માએ પોતાનું પહે લાંનું આરંભેલું કામ પુરૂં કરે.
તે મહાવીરને, તે લોંકાશાહને, તે ધર્મદાસજીને, તે ધર્મસિંહજીને, તે લવજી ઋષિને–તે મહાત્માઓના દયામય આત્માને મહારું આ અપૂર્ણ- - નરે ભૂલોથી ભરેલું થોથું ભક્તિપૂર્વક અર્પણ કરું છું.
તે આત્માઓને પૂજા,
વા. એ શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com