SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બને. અને આવી સચોટ ફત્તેહ કદી ઈર્ષા ઉત્પન્ન કર્યા સિવાય રહી શકે ? સ્વયંવરમાં અનુપમ સુંદરીને વરનાર ક્ષત્રી સેંકડે હીજડાઓમાં ઈર્ષા અને તજજન્ય વૈરનાં બીજે ઉત્પન્ન કરે છે, એ ઈતિહાસના વાચકેથી શું અજાણી વાત છે ? ટૂંઢીઆ અથવા સ્થાનકવાસી જૈન ધર્મની ટુંક મુદતની ફતેહે પણ એવું જ પરિણામ આપ્યું અને તેથી એ વિજય મેઘ dear-bought થઈ પડ્યું. અર્થાત એ વિજય માટે પાછળથી એ વર્ગના અનુયાયીઓને ઘણું ખમવું પડ્યું. ધર્મક્ષેત્રમાં હેમની હરીફાઈમાં ઉતરનારા હેમના સહેદરે નીચમાં નીચ શબદોથી હેમને નિંદવા લાગ્યા એટલે સુધી કે જગત માત્રમાં એ વર્ગ વિષે હલકામાં હલકે મત બંધાય એટલે સુધી ખટપટ કરવા લાગ્યા. અને એને જ પરિણામે ( તથા એ વર્ગમાં, રહડતી પડતીના કુદરતી નિયમાનુસાર, લાગણીવાળા નરેની ખામી પવાથી ) આજે એ ચરાગ ( બત્તી ) ઉપર ફરી આછાદન ફરી વળ્યું છે, જે વળી કોઈ વીર પુરૂષ જાગશે અને દુર કરશે. ૪ હેને નિંદા જ કરવી હોય છે તેઓ હરકેઈ સારી ચીજને પણ નિંદાનો વિષય બનાવે છે. ( અને એ જ નિંદબુદ્ધિનું દુઃખ છે. નિ. દકની બુદ્ધિ કલુષિત–ભ્રષ્ટ થઈ જાય છે. કાલાંતરે તે સત્યાસત્યને ઓળખી શકતાજ નથી. ) સ્થાનકવાથી જૈન ધર્મના નિંદાએ બીજું કોઈ છીદ્ર ન જ ધ્યું હારે એ ધર્મના ઉત્તમ “દયા ' ના સિદ્ધાંતને હસીને વિષય બનાવ્યો અને દલીલ કરવા લાગ્યા કે, દયા એ સદ્ગુણ છતાં સ્થાનકવાશીઓ * લાખોની વરતીવાળા સ્થાનકવાસી જૈન વર્ગમાંથી હારે એકાદ એને ધામધુમને મેહ પમાડી અગર લાલચ આપી કોઈ “ જેનમતી” યા “ જેનાભાસી ” બનાવવામાં ફતેહ પામે છે ત્યહારે ફુલાઈને ફાળકો બને છે, પરંતુ એ વખતે એટલે વિચાર થતું નથી કે લાખ જેનાભાસી અને જેનમતિઓને સુધારી સુધારી ઠેકાણે પાડ્યા તેમાંથી એકાદ બે લપસી પડે એમાં ફુલાવા જેવું શું છે ? - આ છેલો શબ્દ કલમમાંથી નીકળ્યા કે તુરત જ તે ક્ષણે મેઘ વણિ થઈ, તેથી શુભ આશા બાંધવાનું કારણ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy