________________
( ૨૩ ) છે. તેમ છતાં મૂર્તિ આગળના વખતમાં હતી તેથી તે સાચી જ છે એમ કહેવું એ ખોટું તર્કશાસ્ત્ર છે. એક એરેબીઅન લેખક કહે છે કે “જો કોઈ જાદુગર હને કહે કે “ત્રણ એ દશથી વધારે છે અને જે તું તે ન માને તે હું પુરાવા માટે આ લાકડીને સાપ કરી દેવા તૈયાર છું! ” એમ કહે તે હું તે જાદુગરની વિદ્યા માટે આશ્ચર્ય પામું ખરે, પણ દશથી ત્રણ વધારે છે એમ તે કદી ન માનું.” અને ખરેખર, લાકડીને સાપ થયે તેથી કાંઈ દસથી ત્રણ વધી ગયા ? મૂર્તિ અસલ હતી એથી કાંઈ ખરી થઈ ગઈ ? ખુદ મહાવીર પ્રભુના વખતમાં જ ગે સાળે હતો એથી શું ગશાળાનો ધર્મ ખરે થયે? એ વખતમાં પણ પાખંડીઓ હતા તે શું પાખંડીઓ જૂના માટે માનવા ગ્ય કહી શકાશે ? મોટી તાજુબી તો એ છે કે મૂર્તિપૂજા એ ભગવાનનું ફરમાન હોય ને ભગવાનનું આબેહુબ બાવલું (Statue) કાં કોઈએ ન બનાવ્યું હોય ?
કેટલાક એવી દલીલ લાવે છે કે, આંબલી જોઇને મહેમાંથી પાણી પડે છે તેમ ચીત્રામણની પુતળી કે ચિત્ર જોઈને કામ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે ભગવાનની મૂર્તિ જોઇને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ માત્ર કુદરતના સ્વભાવથી અજાણપણનું પરિણામ છે. વિષય એ તો આ જીવને અનંતા કાલથી વળગેલ હોઈ, એ તે હવે (Habit is second nature લઢણું એ બીજી પ્રકૃતિ છે એ ન્યાયે ) સ્વભાવ રૂપ થઈ ગયું છે. સ્ત્રીને શબ્દ સંભળતાં, સુંદર ચિત્ર પર સહેજ નજર પડતાં, મરે સ્ત્રીની કથા સુણતાં પણ કામ ઉત્પન્ન થાય છે. અને વૈરાગ્ય તિ સમર્થ ઉપદેશકોને સૂણવા છતાં, દુઃખ પડવા છતાં, મહાત્માઓનાં દર્શન થવા છતાં નથી થતી એમાં તે ક્ષયપસમ જોઇએ. એ તો અપૂર્વ વાત છે. આંબલી દેખીને પાણી છુટે પણ મીઠાઈ દેખીને કાંઈ પાણી છુટે છે કે ? હા માણસની સબત તુરત લાગે છે પણ મહાત્માઓની સોબતથી સામે માણસ કાંઈ તુરત મહાત્મા થઈ શકતું નથી. તેમ છતાં જેઓ પ્રત્યેક બુદ્ધ હોય છે હેમને બાહ્ય કારણથી વૈરાગ ઉપજે છે ખરે પણ તેથી કાંઈ વૈરાગ્યના કારણભૂત પદાર્થ પૂજવા યોગ્ય ગણતા નથી. ભારતેશ્વરે અરીસા ભવનને, કરકંડુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com