________________
(૨૧) હારે જડ પદાર્થ વગર, દ્રષ્ટિ આગળ જ એમ કાં ન માની શકાય અગર હૃદય કમળમાં કાં ન કલ્પી શકાય છે અને જે ધ્યાનની પુષ્ટી અર્થે પગથીઆ + રૂ૫ મૂર્તિપૂન દાખલ કરવામાં આવી હોય તે મૂર્તિ આગળ મિષ્ટાન્ન–ધન આદિ મૂકવામાં આવે છે હેની શી જરૂર ? શું એ પદાર્થો ધ્યાનને પુષ્ટી આપનારા છે? “વીર પ્રતિમા વીર સારીખી” એમ કહીને પ્રતિમાને ભગવાન જ માનવામાં આવે તે પછી જે ભગવાન દે હવારી હતા ત્યારે લક્ષ્મી તથા વનસ્પતિને કદી અડકતા જ નહિ એ ૫દાર્થો હેમની મૂર્તિ પાસે કેમ જ ધરી શકાય ? અગર જે ભગવાન આધામ આહાર વિહરતા નહિ હેમની પાસે આહાર લાવીને કેમ મુકાય ? વળી જે કદી શોભા અને અલંકાર કરતા નહિ અને ઉલટે શરીરને ક્ષણભંગુર સ્વભાવ કહી સુશ્રુષાથી નિવર્તવા ઉપદેશ કરતા તેઓની મૂર્તિને વસ્ત્રાલંકાર અને સુગંધી અને નૃત્યગાનાદિ શા માટે જોઇએ ? વળી વીર ભગવાનની મૂર્તિ એ જ વીર ભગવાન હોય તે એમનાં અલંકારે દુષ્ટ પુરૂષ ચરી જાય અને ખુદ હેમના ખજાનામાંથી હેમના ભકત મહાટી હેટી રકમ હજમ કરી જાય હેને શાશન નાયક દેવતાઓ કાં કાંઈ અટકાયત કરે નહિ ? સેરેસન લોકોએ ક્રિશ્ચીયન ફ્રાન્સને પાયમાલ કર્યું અને હેમાંનાં દેવલો અને મઠો લૂટયાં હેનું વર્ણન કરતાં એક અંગ્રેજ વિધાન લખે છે કે “જે કુળદેવતા હારે કાંઈ જરૂર નહેાતી એવા વખતમાં હ જાર ચમત્કાર બતાવતા તેઓ હારે હેમની મદદની જરૂર પડી હારે કોણ જાણે કહાં જઈ ભરાયા ! "
પગથીઆ રૂ૫ ગણનારાઓએ મહેડા ઉપર જઈ પહોંચ્યા પછી તે પગથી આનું અવલંબન છોડવું જોઈએ જ, પરંતુ મૂર્તિને અવલંબન માનનારા પૈકી કૅટલાકે ઉંચી પાયરીએ હડીને હેને ત્યજી શકેઈએ નહિ. ત્યાગી મુનિવર્ય પણ યાત્રાએ જાય છે અને મુર્તિને પૂજે છે. શું વિવાથી હમેશ ધૂળવાળી પાટી જ ચુંથશે ? શું તે બારાખી અને શાસ્ત્રાભ્યાસ
સુધી પહોંચશે નહિ અને ધૂળ ચુંથવી છોડશે નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com