________________
(૧૯) તે કારણથી હું દ્રઢપણે માનું છું કે જેન ધર્મના જૂદા જૂદા મતે પૈકી જે કોઈ મત એમ કહેતો હોય કે સાધુને ધર્મ અર્થે હિંસા કરતાં પાપ નહિ તે હરગીજ હું એ મત સ્થાપનારને માટે એમજ કહું કે, તે અજ્ઞાન નહિ પણ સ્વાર્થી છે. જે માણસ મત સ્થાપવા જેટલી ચાલાકી ધરાવતો હોય તે, ધર્મના મૂળ તવને ન સમજી શકે એ કદી બને ખરું ? હારે એ ખુલ્લું જ છે કે એવી પરૂપણાનું કારણું કાંઈ સ્વાર્થ હવે જોઈએ. એ સ્વાર્થને જન્મ કેવી રીતે હોઈ શકે એનું એક દાંત અત્રે કહીશ. શ્રી વીરનિર્વાણ પછી ૨૦ વરસે જે વસેને સ્વામી સ્વર્ગે ગયા તેઓશ્રીના વખતમાં પાંચ વરસને અને સાત વરસનો એમ ઉપરા ઉપરી બાર વરસને દુષ્કાળ પડે. આ ભયંકર દુકાળમાં લેકની પોતાની જ સ્થિતિ તદન દયાજનક થઈ ગઈ અને તેઓ ભૂખે મરવા લાગ્યા તે દાન કરવાનું એવા વખતમાં બને જ કેમ ? આથી જેઓ ખરેખરા સુપાત્ર સાધુ હતા તેવા ૭૮૪ તે સારા કરી સ્વર્ગ ગયા. કેટલાક દૂર દેશમાં ચાલ્યા ગયા અને કેટલાક વખત વિચારીને પેટ ભરવાના રસ્તા ઘડી કહાયા. હેમણે ભિક્ષુક વૃત્તિમાં સ્પર્ધા કરનાર અન્ય ભિક્ષુકોને પાછા હઠાવવા માટે હાથમાં લાકડી રાખવા માંડી. ધાડના ડરથી કમાડ વાસીને બેસનાર જેનેને પોતાની પીછાન આપવા માટે ધર્મલાભ” શબ્દ બલવાની રીત કહાડી, વગેરે, વગેરે. છેવટે અન્ય મતેમાં મૂર્તિપૂજાનું ધતીંગ ઠીક નભતું જોઈ ભગવાનની મૂર્તિ સમક્ષ અનાદિ મુકવા તથા પૈસા* મુકવાથી ધર્મ થાય છે એમ ઉપદેશ ચલાવ્યું. એ રીવાજ પછી વિવિધ રૂપાંતર પામતે પામતે આગળ વધે. દુનિયામાં ઝુકાવનાર હિંમતવાન હોય તે નુકનાર તે ધણાએ છે. તરવારથી ધર્મ કેલાવનારની તરફેણમાં એક વખત આખી દુનિયાને રૂ ભાગ થઈ ગયો હતે.
* એક વખત ક્રિશ્ચિયન પિપિ પણ આવી જ યુક્તિથી પૈસા રળવાનું શીખ્યા હતા. તેઓ પરમેશ્વર ઉપર ચીઠ્ઠી ( Benevolene s) લખી આપતા કે અમુક અમીરને હમારા દરબારમાં વિકારો અને એ હુંડી પડે લાખે રૂપિયા લેતા. જેવો માણા તે ચાર્જ રખાતે !
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat