________________
~
~~~~~~~~
~
શ્રી અધ્યાત્મ મહાવીર
~ ૧૫
છે માટે જ મહાવીરના શિષ્ય-આત્માભિમુખવૃત્તિવાળા છેડા [ એક લાખ અને ઓગણસાઠ હજાર ] કહેલ છે, અને શાલકના શિષ્ય-દેહભાવવાળા [ અગ્યાર લાખ ] કહેલા છે, જેઓ મુખ્યત્વે આમાના ઉપાસકે છે તેઓ જેને છે, પણ જેઓ આત્મા સિવાય દેહભાવના ઉપાસકો છે તેઓ ગોશાલક મતવાળા છે. આત્મજ્ઞાની–મહાવીર જ જિન–અરિહંત કે કેવલી હોય છે પણ દેહભાવવાળા જિન વિગેરે કદી પણ હોઈ શકે જ નહિ. જેઓ આત્મારૂપ મહાવીરથી વિમુખ છે તેઓ શ્રાવક, સાધુ કે સમ્યકત્વી હોઈ શકે નહિ, કારણ કે આત્મારૂપ મહાવીરના જ્ઞાન વિના શ્રાવકપણું, +મુનિપણું કે સમકિતીપણું સંભવી શકે જ નહિ તથાપિ જેઓ આત્મજ્ઞાન વિમુખ હોવા છતાં પોતાને શ્રાવક, મુનિ કે સમ્યક્ત્વી વગેરે શબ્દોથી ઓળખાવે છે–પિતાને ગણે છે-માની લે છે, તેઓ ગોશાલકપંથી સદશ છે; કારણ કે ગોશાલક પણ ભગવાન મહાવીરથી વિમુખ હોવા છતાં પિતાને જિન, અરિહંત, કેવલી વગેરે શબ્દોથી ઓળખાવતા હતા. ભાવાર્થ એ છે કે દેહભાવ એ ગોશાલક છે અને આત્મભાવ એ મહાવીર છે. દેહદષ્ટિવાળા શાલકે છે અને આત્મદષ્ટિવાળા મહાવીરે છે. દુનિયામાં ગોશાલકે ઘણું છે અને *મહાવીરે થોડા છે.
તેવી જ રીતે શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કેઆતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, (તે) આનંદઘન મત સંગીરે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી. + આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હેય; બાકી કુળગુરાકલ્પના, આત્માથી નહિ જોય.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર. એક વિરલા જાને તવકો, વિરલા તવ સુનંત, વિરલા ધ્યાવે તવંકે, વિરલા શ્રદ્ધાવંત.
શ્રી ગસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com