________________
૧૪
શ્રી અધ્યાત્મ મહાવીર.
જ્ઞાન, વિવેક [ સ્વપરને ભેદ જાણવાનો અભિપ્રાય ], હિત [ સુખના કારણની સમજણ ], પ્રશમતા [ કષાયની મંદતા ] અને સમ્યફ પ્રકારે તોપદેશ દેવા અર્થે જ પ્રવર્તતી હેય છે.
મહાવીર એટલે આત્મા. શાલક એટલે દેહભાવ છે એટલે ઇદ્રિય અને શાલા એટલે રહેવાનું સ્થળ. ઇદ્ધિની રહેવાની શાલા તે દેહ. આ પ્રમાણે આત્મભાવ તે મહાવીર અને દેહભાવ તે શાલક. આત્મારૂપ મહાવીરના ઉપાસકો આત્મજ્ઞાની હોઈ શકે પણ દેહભાવવાળા કે દેહાધ્યાસવાળાએ આત્માના-મહાવીરના ઉપાસક હોઈ શકે નહિ એટલે કે દેહભાવવાળા-બહિંદષ્ટિવાળાઓ જેને કહેવાય નહિ માટે ગોશાલકરૂપ દેહ, ભાવને જેનને બદલે જૈનાભાસ અને શિષ્યને બદલે શિષ્યાભાસ કહેલ છે. દેહભાવવાળો સમુદાય તે ગોશાલકપંથી અને આત્મભાવવાળો સમુદાય તે મહાવીર૫થી કે મહાવીર-માર્ગાનુસારી છે. આત્મભાવવાળા કરતાં દેહભાવવાળ સમુદાય ઘણું વધારે હોય
સર્વ જંતુ હિતકરણ કરૂણા, કર્મ વિદારણ તીક્ષણ રે. વળી રાજર્ષિ કવિ ભક્ત હરી કહે છે કે
पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाम्यर्थितो जलधरोऽपि जलं ददाति,
सन्तः स्वयं परहितेषु कृताभियोगाः॥ અર્થ–સુર્ય પ્રાર્થના વિના જ કમળના સમુદાયને પ્રફુલ્લિત કરે છે.
ચન્દ્ર કોઈની પણ પ્રાર્થના વિના કુમુદિની [પિયણ ] ને પ્રફુલિત કરે છે અને મેલ પણ કેઈની પ્રાર્થના વિના જળ આપે છે; તેમજ સતે સ્વયં અન્યના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયાસ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com