________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
દેહભાવવાળા-ગે શાલકે હમેશાં કોધાદિથી તપ્યા કરે છે. પોતે તપે છે અને બીજાઓને તપાવે છે. તપાયમાન રહ્યા કરવું એ જ દેહભાવરૂપ શાલકની તેજેશ્યા જાણવી અને તે હમેશાં હલકી જ હોય છે, આત્મવિમુખતા એ જ તેજોલેશ્યા. જ્યારે આત્મહષ્ટિરૂપ મહાવીરની લેણ્યા આનંદમય હોય છે. આત્મજ્ઞાનીને આનંદનો અનુભવ હોવાથી તેમની વૃત્તિ પ્રશાન્ત હોય છે તેથી જ આત્મજ્ઞાની-મહાવીર પ્રભુને શીતલેશ્યાવાળા કહ્યા છે. દેહભાવ–શાલકના મનમાં દુઃખાગ્નિ બન્યા કરે છે એજ ગોશાળકની તેજેતેશ્યા અને આત્મજ્ઞાનીઓના મનમાં પરમ શાન્તિ રહ્યા કરે છે એ જ મહાવીર પ્રભુની શીતલેશ્યા જાણવી. આત્મજ્ઞાનથી વિમુખ શાલકે છે અને તેમની પાસે તેજલેશ્યા તૈયાર હોય છે. આત્મજ્ઞાનીઓ સઘળા મહાવીર છે અને તેમની પાસે શીતલેશ્યા તૈયાર હોય છે. શીતલેશ્યાદ્વારા આત્મજ્ઞાનીઓ હમેશાં શાન્તિમાં વૃદ્ધિ કરતા જાય છે અને દેહભાવરૂપ ગોશાલક કદાચ અજ્ઞાન કણરૂપ વૈશ્યાયનથી ઉત્પન્ન થયેલી તેજેતેશ્યાવડે-સંસારદુઃખાગ્નિ વડે બળતું હોય તે તેને આત્મજ્ઞાનીરૂપ મહાવીર શીતલેશ્યા વડે શાન્તિ પમાડે છે. દેહભાવવડે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ તેજેલેશ્યાવડે બળ પ્રાણી જ્યારે આત્મજ્ઞાન-fસમતા તરફ વળે છે ત્યારે તેની દુ:ખાગ્નિરૂપ તેલેશ્યા દૂર થાય છે અને તે શાન્તિ પામે છે. મહાન સાધકે આત્માના વધતા જતા અનુભવવડે પરમ શાન્ત શીત લેશ્યાને સિદ્ધ કરતા જાય છે અને દેહભાવમાં રહેલ દુઃખાગ્નિરૂપ તેજલેશ્યાને દૂર કરતા જાય છે. 1 दृशोः स्मरविषं शुष्येत् , क्रोधतापः क्षयं व्रजेत् ।
औद्धत्यमलनाशः स्यात् , समतामृतमज्जनात् ।।
અર્થ–સમતારૂપ અમૃતમાં સ્નાન કરવાથી દષ્ટિનું કામરૂપ વિષ સુકાઈ જાય છે, કોધરૂપ તાપ ક્ષયને પામે છે અને ઉદ્ધતપણારૂપ મળનો નાશ થાય છે.
શ્રી અધ્યાત્મસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com