________________
આત્મા છે
પૂજ્ય આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્યની વ્યાખ્યામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની ગણધરે સાથેની ચર્ચાને “ગણધરવાદ કહે છે.
જીવના અસ્તિત્વ વિશેની ચર્ચા પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ સાથે થઈ છે. - શ્રેષ્ઠ વિદ્વાન ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે પિતાના શિષ્ય પરિવાર સહિત ભગવાન સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેમને જોઈને ભગવાન બોલ્યા:
આયુમન ઇન્દ્રભૂતિ ગૌતમ! તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે કારણ કે ચરે છે કે જીવની સિદ્ધિ કઈ પણ પ્રમાણથી થઈ શકતી નથી, છતાં સંસારમાં ઘણું લેકે જીવનું અસ્તિત્વ તે માને છે, એટલે તને સંદેહ છે કે જીવ છે કે નહિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com