________________
હજારે વરસ સુધી પશ્ચિમ તેનાથી રંગાયેલું હતું તે માન્યતાએનું સ્પષ્ટ વિવરણ આલફ્રેડ બર્થોલેટે તેમના પુસ્તક “The Transmigration of Souls' માં આ પ્રમાણે આપ્યું છે.
“આત્મા દિવ્ય અને શાશ્વત છે, મુક્તિ માટે ઝંખે છે. જ્યારે દેહ કેદીને પૂરી રાખે તે પ્રમાણે આત્માને પિતામાં પૂરી રાખે છે. તેઓ માનતા કે પવિત્ર થઈ ગયેલો આત્મા ફરીથી સંસારમાં આવતો નથી. - ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા ગ્રીક તત્ત્વજ્ઞાની ફેરેસાઈડઝ ઓફ સાયરેસ માટે મીડ તેમના ગ્રંથ Orpheus માં લખે છે કે ફેરેસાઈડઝ પાયથેગોરાસના ગુરુ હતા એવું કહેવાય છે. તેઓ ગ્રીસના સાત ડાહ્યા માનવીમાંના એક કહેવાતા. એવું કહેવાય છે કે તેમણે પિતાનું જ્ઞાન ફીનીશીઅન પ્રજાના ગૂઢગ્રંથમાંથી પ્રાપ્ત કર્યું હતું. એલ્ડીયન અને મીસરવાસીઓના તેઓ શિષ્ય હતા. આત્માના શાશ્વતપણાને સિદ્ધાંત તેમને મુખ્ય વિષય હતે. તેમના મહાન ગદ્ય ગ્રંથ “થીઓલેજીઆ'માં તેનો વિસ્તાર છે. આ ગ્રંથ Seven Advta નામે પ્રસિદ્ધ છે.
લુટાર્ક (જન્મ આશરે ઈ. સ. ૪૦) પિતાના પ્રખ્યાત પુસ્તક DIALOGUES “સંવાદમાં આત્મતવ રવીકારે છે.
એનેકસે રાસ (ઈ. સ. પૂર્વે ૫૦૦ થી પર૦) તથા પાયગરાસ પણ આત્માની સિદ્ધિ માને છે.
પ્લેટોએ કહ્યું છે કે આત્મા દેહ સિવાય પણ અસ્તિત્વ ધરાવે છે. કબરમાં જેમ શબ પડેલું હોય તેમ દેહમાં આત્મા પુરાયેલે છે. ઇંદ્રિયની બારીઓ વડે તે બહાર જુએ છે. બારીએના કાચ જેટલા મેલા અને ગંદા હેય તેટલું ઝાંખું દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com