________________
બે બોલ...... * मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ।।
योगशास्त्र ४-११३ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને આ લેખ વાંચ્યો ત્યારથી મનમાં કંઈક નવી ચેતના જાગૃત થઈ.
આ સંસારમાં કર્મ પાશથી જકડાયેલા પ્રત્યેક જીવને દુઃખથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. જીવમાત્ર સુખ ઇચ્છે છે. દુઃખ કઈ પણ ઈચ્છતું નથી. સુખ દુઃખ આત્મ સિદ્ધિનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સુખદુઃખની અનુભૂતિથી કેઈ પણ વિચારવંત વ્યક્તિ આત્માના અસ્તિત્વને જાણી શકે છે.
આત્મા અરૂપી છે તેથી ચક્ષુઆદિ ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય નથી. તેથી, આત્માને ઓળખવા માટે અનુમાનાદિ પ્રમાણે વધુ સહાયક બને છે.
આજના યંત્રયુગમાં માનવી અધ્યાત્મવિજ્ઞાનને બદલે ભૌતિકવાદ તરફ દોટ મૂકી રહ્યો છે. સ્થૂળ સુખસાધનોથી માનવી પોતાને સુખી માને છે; પરંતુ તે માગે આત્મશાંતિ અને વાસ્તવિક આત્મસુખની હજી સ્પર્શ ના થઈ નથી.
આત્મસિદ્ધિ એ જ સુખ અને શાંતિનો મૂળ આધાર છે. ज्ञातेह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।
આત્માનું પૂર્ણ જ્ઞાન થયા પછી જગતમાં બીજું કઈ જ્ઞાન શેષ નથી રહેતું. અને આત્મજ્ઞાન વિનાનું અન્ય સર્વ જ્ઞાન નિરર્થક નીવડે છે.
જે જીવ આત્મજ્ઞાન તરફ વળે નથી તે વાસ્તવિક રીતે અજ્ઞાની છે. આપણું સને પ્રયત્ન આત્મજ્ઞાન માટેનો હોવો અત્યંત આવશ્યક છે.
आत्मज्ञानफलंध्यानमात्मज्ञानं च मुक्तिम् ।
आत्मज्ञानाय तन्नित्यं यत्न: कार्यो महात्मना ।। *અર્થ :- મેક્ષ તે કર્મક્ષયથી જ થાય છે, અને તે (કર્મક્ષય) આત્મજ્ઞાનથી થાય છે તે આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે, માટે ધ્યાન તે આત્માનું હિત કરનાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com