________________
મનુષ્ય થઈને પિતે શું કરવાનું છે? માનવભવમાં જન્મીને તે જે ધનવૈભવ–ધરબાર-કુટુંબપરિવાર–માલમિલકત એકત્ર કરે છે તે બધું અહીં છેડીને જવાનું છે. તે આ સિવાય અન્ય કંઈ સાથે આવી શકે તેમ છે કે નહિ અને જે બીજું કંઈ આવી શકે તેમ હોય તે મેળવવા ભગીરથ પુરુષાર્થ કરે જોઈએ કે કેમ? આ બધી વિચારણા અવશ્ય કરવા જેવી છે એવી પ્રેરણા પ્રાપ્ત થાય.
અને જ્યારે આ બધી વિચારણું કરવાનું મન થશે ત્યારે આત્મા– કર્મ–પરલેક–પુણ્ય–પાપ–ધર્મ સંબંધી વિચારણું દિલમાં અવશ્ય ઊભી થશે અને ત્યારે આત્મસ્વરૂપ-કર્મ સ્વરૂપ–પરલેક-ધર્મ સ્વરૂપ-સાચું હિત તથા આત્માની સાથે કર્મનું બંધન અને કર્મબંધનમાંથી આત્માની મુક્તિ કેમ શકય બને આ બધા વિચારો અવશ્ય આવશે જ. આવા બધા વિચારને રસથાળ પીરસવા માટે આ ગ્રંથમાલાની યોજના કરવામાં આવી છે. તે માટેનું સંપાદનનું કાર્ય કિરણભાઈને સેપ્યું છે અને આ રસથાલને ઉપલેતા અવશ્ય સંતૃપ્ત થશે જ એવી આશા રાખવી તે અસ્થાને નથી.
આ.
સર્વ છે પિતાનું સાચું સ્વરૂપ જાણે અને ભવબંધન-દુઃખબંધન-કર્મબંધનથી મુકત બને એ જ એક શુભાભિલાષા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com