________________
આત્મજ્ઞાનનું ફળ ધ્યાનસિદ્ધિ છે અને આત્મજ્ઞાન મુક્તિ આપનાર છે. મહાત્મા પુરુષે હંમેશાં આત્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવા જોઈએ.
અર્વાચીન વિજ્ઞાનનું લક્ષ્ય આત્મા જેવા કેઈ પદાર્થ પ્રત્યે વન્યું છે. પરંતુ યંત્રાદિ સાધના વડે આત્મસિદ્ધિ થતી નથી. આત્મસિદ્ધિ માટે તેા જ્ઞાન, ધ્યાન, તપની સાધના સહાયક છે. જૈનદર્શને પ્રકાશેલુ આત્મસ્વરૂપ અન્યત્ર દુર્લભ છે. આવું સમ આત્મસ્વરૂપ તર્ક અને યુક્તિ વડે વૈજ્ઞાનિક શૈલીએ રજૂ કરીને આજની યુવાન પેઢીમાં આત્મતત્ત્વ વિષે આસ્થા ઉત્પન્ન કરવાની વિચારણા મારા મનમાં હતી. આત્મશ્રદ્દાનું સમ્યક્ત્વ સ`જીવાને પ્રાપ્ત થાય અને તરુણુ વ આત્મસાધના પત્યે વળે એ ભાવનાથી યત્ કિંચિત્ પ્રયત્ન આ દિશામાં કરવાની પ્રેરણા જાગી.
ચાલતા પથિકને પથ મળે તેમ પૂર્વજન્માના ધ સ્નેહ યાગે આ કાને માટે સુયાગ્ય તત્વચિંતક, અધ્યાત્મરસિક શ્રી કિરણભાઈના સુયોગ પ્રાપ્ત થયા. અને આ ઉદ્દેશ્ય જણાવતાં એમણે સહર્ષ સ્વીકાર કર્યો.
આ પુસ્તકમાં સંપાદકે આધુનિક વિજ્ઞાન અને શાસ્ત્રોના સમન્વયપૂર્વક વૈજ્ઞાનિક શૈલીએ રાચક સામગ્રી પીરસી છે.
આ પુસ્તકમાં દર્શનશાસ્ત્રના અભ્યાસીને દાર્શનિક સતવ્યો, વિજ્ઞાનરસિકને વૈજ્ઞાનિક પ્રયાગાની જાણકારી, તત્ત્વપ્રેમીને તત્ત્વના સંસ્પર્શ, તર્ક અને યુક્તિવાદની અભિરુચિવાળા માટે તક્તિપૂર્વકનું સમર્થન તથા કથાપ્રેમીને સુઉંદર પ્રસગા વાંચવા મળશે. શ્રી કિરણભાઈએ આ ગ્રંથમાં આવી અનેક વિશેષતા દાખવી છે.
આત્મસિદ્ધિ વિના આત્મદ્દિ થતી નથી. મેાક્ષના સાધક સૌંયમી આત્મા આત્મશુદ્ધિ અર્થે આ પુસ્તકમાંથા યેાઞ પ્રેરણા મેળવીને આત્મસિદ્ધિ સાધે એ જ શુભ અભિલાષા !
સુનિ અરુણવિજય
તા. ૧૮૨–૧૯૭૬ આદિનાથ સાસાયટી,
સતારા રોડ, પૂના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com