________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કતપસ્વનિકા આદિની પ્રતિ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પગ્રણી અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કટપટિપનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે કે, ઉપર કહેવાઈ ગયું છે, આ ત્રણ ગ્રંથની પાંચ પાંચ પ્રતિનો મ આદિથી અંત સુધી સળંગ ઉપગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓને મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને ૪૦૦ કે કnત્તરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં પ્રવરતપુ એમ પાડભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌઢમાં સકામાં લખાએલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે.
નિયુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિર્યુક્તિ-ચૂર્ણીની જે પ્રાચીન પ્રતિએ મારા સામે છે તેમાં ભાષાપ્રગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણા ઘણા ગોટાળા કરી નાખ્યા છે. આ ગેટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિ ઉપરથી ગ્રંથનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત ક૯૫ચૂર્ણમાંથી એક જ ઉદાહરાણુ આપું છું, જે ઉપરથી વિદ્વાનેને ખ્યાલ આવશે કે-આવા પાઠેના સંશોધકોને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિશે કશું ય દધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂણમાં (પૃ. ૯૪માં) આ પરિસ્લેિ તિ આ શુદ્ધ પાઠ લેખકના લિપિદોષથી 10 ઘનિક નંતિ પાઠ બની ગયે અને ઘણી પ્રતિમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કે ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે ઘોઘm far aઉં પાઠ કર્યો, જેની અર્થષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મા સિરિઝરલ રિ (નં. મા પનઘન rfz) એને અર્થ નિગોદ અથવા ફુગ ન વળે” એ છે. આવા અને આધીએ લિપિષ આદિના મોટા ગટાળાઓ ચૂર્ણગ્રંથોમાં ઘણા જ થયા છે. અને આ બધા ગોટાળાએ આજના મુકિત ચૂર્ણગ્રંથોમાં આપણને જેમના તેમ જોવા મળે છે.
અડ્ડી પ્રસંગોપાત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે જેન આગમો અને તે ઉપરના નિયુક્તિ ભવ્ય-ચૂર્ગી આદિ વ્યાખ્યાનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રીહેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણુ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તે પ્રાકૃતભાષાની બાળપણથી જ બની જાય છે. એટલે આ માટે નિયુક્તિ-ભાષ્ય-ચૂર્ણ આદિ ગ્રંથનું
For Private And Personal Use Only