SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે તથા રેમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયને તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. | દર વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનઘર છે ત્યાં આવે છે ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મતીથી ભરેલા અનેક જાળિયાને લીધે મને હર અને ભેંતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્દભુત સ્નાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલેને રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊંનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને ચેકમાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુરુષોએ નવરાત્રે તથા ત્યાં નાતી વખતે બહુપ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડે કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારને નાનવિધિ પૂરે થતાં રૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગા વડે તેના શરીરને લુઈ નાખવામાં આવ્યું. પછી તેણે ચકખું, કયાંચ પણ ફાયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધેતિયું પહેર્યું, શરીર ઉપર સૂરસ સુગંધિત ગશીર્ષ ચંદનને લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં સોનાનાં આભૂષણો પહેર્યો એટલે અઢાર સરવાળો હાર, નવ સરે અર્થહાર, ત્રણ સરવાળું ડેકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુમિત બન્ય, વળી, તેણે ડેકમાં આવનારી તમામ ઘરેણાં પહેર્યો, આંગળીમાં સુંદર વટીઓ પહેરી, ફૂલે ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમકડાં અને બાજુબંધ પહેરવાથી તેની બન્ને ભુજાએ સજ્જડ થઈ ગઈ; એ રીતે તે, અધિકરૂપને લીધે શોભાવાળે અન્યો, તળે પહેરવાથી સુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દીપતું થયું, હૃદય હાથી હંકાયેલું છે તે સવિશેષ દેખાવડું થયું, વીંટીએ પહેરવાથી પીળી લાગતી આંગળીએ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાને ખેરા પિતાના અંગ ઉપર સરસ રીતે નાખે અને છેક છેલે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નથી જડેલાં વિમળા બહુમૂલાં, ચકચક્તાં અનાવેલાં, મજબૂત સાંધાવાળ ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલ પહેર્યો. વધારે વર્ણન શું કરવું? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ ક્ષત્રિય–સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકૃત અને વિભૂષિત બન્યો, આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધાએ કરંટના કુલની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામથી વીંજાવા લાગે, તેને જોતાં જ લેકો “જય જચ' એ મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજજ થયેસ્લે, અનેક ગણનાયક, દંડનાયકે, રાજાઓ, ઈશ્વરેન્યુવરાજે, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવરોનાજસ્થાનીય પુરુષ, મહેબના માલિકે, કૌટુંબિકે, For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy