SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો શજી રાષ્ટ્ર થતા યાત્ હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને ચાવત્ અંજલિ કરીને સામી જેવી આપની આજ્ઞા' એમ કરીને રાજ્યની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તે સિદ્ધાર્થે ક્ષત્રિયની પાસેથી અહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં અહારની એક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને વિશેષપણે સજાવવા મડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મેટું સિંઘાસજી મડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ અધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષ। જ્યાં સિદ્ધાર્થે ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ લેગા થાય એ રીતે અન્ને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્તી સાથેની અંજલિ કરી સિદ્ધાર્થે ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી ! અમે જેમ તમે કમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમ કહે છે. ૬૦ પછી, વળતે દિવસે સવારના પહેરમાં જ્યારે પાચાં કમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડત્યાં છે, હરણાંની આંખે કામળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રભાના પુંજ સમાન, કેસુડાંના રંગ જેવા, પાપટની ચાંચ જેવા અને ચણાઠીના અડધા લાલરંગ જેવી લાલચેાળ તથા મેટાં માટાં જળાશયામાં ઉગેલાં કમળાને ખિલવનાર હજાર કિરણાવાળા તેજથી ઝળહળતા દિનકર સૂર્ય ઊગી ગયા છે ત્યારે સિદ્ધાર્થે ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. ૬૧ બિછાનામાંથી ઊભા થઈને પાત્રડા ઉપર ઉતરે છે, પાવડા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામે કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચાળે છે, પરસ્પર એક બીજાનાં હાથ પગ વગેરે અંગોને મરડે છે, મયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ પગ ડાકુ છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થે ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંધવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનારાં, સાઇક, માંસ વધારનારાં અને તમામ ઈંદ્રિયાને તથા તમામ ગાત્રોને સુખમાં તયેળ કરે તેવાં, સાવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક સડુસપાર્ક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલ ચાપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થે ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કામળ તળિયાંવાળા સુંવાળા, તેલ ચેપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે અહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફ્ાયદાના ખરાબર જાણુનાશ, સમયના જાણુકાર, કાઈપણુ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષાએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy