________________
પંચમ ઢાળે સાત છે, નવ ખટ ઢાળે હોય;
સાત આઠ નવ દશ વળી, અડ અડ અડ નવ જોય. દોષ વિકર્ષી ધ્યાનમાં, નકાર ધારો ભાઈ, આકર્ષી શિવસુખ ગુણો, હકાર છે હિતદાઈ.
૬
શિવપદ દાયક મંત્રની, તીર્થ પૂજા નવ ભેદ, ન્હવણ કરી અરિહા તણું, પ્રથમ કરો અઘ છેદ.
ઢાળ ૧ લી
પૂજા પંચમંગલ અંતર્ગત પંચતીર્થ સ્તવના
(તમે પ્રભુ ગુણ ગાવો ભાવધરી... એ રાગ)
પ્રભુ ગુણ ગંગાજલ સ્નાન કરૂં, પ્રભુ ગુણ ગંગાજલ સ્નાન કરૂં. | કરી સ્નાન હું ભવજળ વેગે તરું, પ્રભુ ગુણ ગંગાજલ સ્નાન કરૂં.૧
પાંચે પદ પંચમ પદ દાતા, પંચ તીરથ શાશ્વત સમરું;
મંત્ર મહા નવકારનો અડસઠ, અડસઠ તીરથ ધ્યાન ધરૂં. પ્રભુ. ૨ । નમો અરિહંતાણં પદ સોહે, અષ્ટાપદ હિત ઠાણ ખરું;
બીજે પદ સિદ્ધાચલ શિખરે, આદિ જિનેશ્વર પાય પડું. પ્રભુ.૩ SEP 1969
આયરિયાણં પદ પર આબુ, અચલગઢ શ્રી આદીશ્વૐ; .
પદ ચોથે ઉજ્જિત ગિરિએ, નેમિ નિરંજન પાપ હતું. પ્રભુ. ૪ ' T પંચમ પદ સમ્મેતશિખરજી, ભવજલતારૂ તીર્થ ખરૂં; વીશ જિનેશ્વર શિવપુર પહોતા, વાંદી મુજ પાપો વિખરૂં. પ્રભુ. ૫
નમો સહિત શાશ્વત પદ પાંચે, ધરતાં ધ્યાને દોષ દળું; * પંચ તીરથ ‘જગવલ્લભ' જાત્રા, કરતાં પ્રેમે મોક્ષ રળું. પ્રભુ. ૬
૩૭