________________
મીટે નવ લાખ જાપ જપતાં સહુ દુર્ગતિ, સુરપદ નરપદ વળી પામે તે સદ્ગતિ; ભવિ મનના એક આધારથી. જીવનવન. ર ૮ નવપદનો જાપ વળી બ્રહ્મવતના ખપથી, શકિત જો હોય તો આંબિલના તપથી; સુખના અખૂટ ભંડારથી. જીવનવન. પ્રેમે ભુવન ભાનુ અંતર પ્રગટાવતો, સુખડા સ્થાયી ‘જગવલ્લભ” એ આપતો; નિત્ય જપો એ સવારથી, માટે જપો એ અત્યારથી. જીવનવન.
FFE
શ્રી નવકાર મહામંત્રાન્તર્ગત ( ૬૮ તીર્થ પૂજા
દુહા
પી.
પ્રણમી પદકજ પ્રભુતા, પ્રેમ ધરી સુવિહાણ, રહી શરણે નવકારને, સમરું ત્રિભુવન ભાણ. પંચ તીરથ-અડસઠ વળી, પદ અક્ષર હિતઠાણ; શાશ્વત પદ વરવા ભણી, યાત્રા ધર્મ સુજાણ. વર દાયક શારદ દીયો, માત સ્તવનને કાજ; શકિત રચું નવકારની, ગીત માળા શિવ કાજ.. પ્રથમ ઢાળ પદ પાંચમાં, પાંચ તીરથ વિખ્યાત; બિતિ ચઉઢાળે વળી, સાત પાંચ ને સાત.