________________
પંચ પરમેષ્ઠી તણું, ધ્યેય ધરી રાખજે, સાધક ! નમો પદ, યુતિને દાખજે; હે પામી સમકિતને ખોલ નિજ ખાતું. આરાધના રે..... -૮ | શાંતિ સમાધી વળી, સદ્ગતિને પામીને, જન્મ મરણની, પીડા સહુ વામીને; હે મુકિત લેવાનું મન હવે થાતું. આરાધના રે....... -૯ જયભદ્રકારી મહામંત્રને પીછાણો, પ્રેમ ભુવન ભાનુ દાન ધર્મ દીલ આણો; હે ‘જગવલ્લભ’ સુખ વરી જા તું. આરાધના રે....... -૧૦
( ૮ ) (સિદ્ધાચલ વંદો રે નરનારી.... એ રાગ) નવકારનો મંત્ર સદા સુખકારી, સુખકારી સુખકારી. નવ. ૧ | અડસઠ અક્ષર નવપદ એનો, મહિમા છે અપરંપારી. નવ. ૨ | નવપદજપ તપ એકાસણાનો, વળી બનીએ બ્રહ્મચારી. નવ. ૩ ખમાસમણને કાઉસગ્ગ એના, પદ અક્ષર સુપ્રમાણી. નવ. ૪ પંચ મંગલ નવકારની નાવમાં, બેસી બનો ભવપારી. નવ. ૫ જગ જનના દુઃખ દૂર કરીને, વાંછિત સુખ દાતારી. નવ. ૬ જિન શાસન સુર વૃક્ષનું મૂળ છે, પાપનું શૂળ નિવારી. નવ. ૭ જન્મ મરણના સહુ સંતાપનો, રોગ મીટાવણ હારી. નવ. ૮ | ભણો નવકારને ગણો નવકારને, સમરો શમરસ ક્યારી. ન. ૯ | નમો નવકારને જપો નવકારને, બનો નવકારના પૂજારી.નવ.૧૦