________________
(તમે રે સહારા રે - મંગળ ધામના - એ રાગ) કરવી આરાધના રે, મંત્ર નવકારની. હે એના જપ માંહેં લીન બની જા તું. આરાધના રે..... ભવમાં બુડતા હવે, મળી આજ નાવડી, નવકાર મંત્ર એ તો, જાણે પવન પાવડી; હે એ તો મુક્તિ કિનારાનો સેતુ. આરાધના રે. ચમકી ઈશાની વીજ, નવકાર પામતા,
, ભૂલી સંસાર સુખ, શિવ પદને કામતા; હે હવે સાચો વેપારી બની જા તું. આરાધના રે....... -૩ અરિહંત સિદ્ધ વળી, વાચકને વંદજે, પાઠક સાધુને નમી, પાતીકને નીંદજે;
, હે એવા મંડો કે પુણ્ય થાય રાતું. આરાધના રે........ - પુણ્ય વધારી પાપ, વાસનાને કાપજે, આત્માના હિતમાં, શકિતને સ્થાપજો; લીલી હે યથાશક્તિ ભક્તિ કરી લે તું. આરાધના રે......-1 આદિ અક્ષર એનો, સમરે જે ભાવથી, સાત સાગર દુઃખ, કાપે તે દાવથી; હે એના અક્ષર સઘળા ય સુખ હતુ. આરાધના રે........... મંત્ર નવ લાખ સહુ, ગણજો હવે આજથી, તન મન વચનના, એક જ અવાજથી; હે એથી દુર્ગતિ દુ:ખ સહુ પલાતું. આરાધના રે.....
૭૩