________________
સેવે એ ભાવે રે, ભવદુઃખ જાવે રે; શિવપદને પાવે રે, કરીએ.. ભુવનનો ભાનુ રે, પ્રેમે હું જાણું રે; “વલ્લભ” હું માનું રે, કરીએ..
કરF
(આવો રૂડો રે મજાનો અવસર નહીં રે મળે... એ રાગ) મોંઘો ભૂલો રે નવકાર આજ મલી રે ગયો, જિન શાસનનો એ સાર, સહુ જગનો આધાર;
| હા હા હા હો હો હો નવકાર આવી રે મળ્યો. મોંઘો૦ ૧. શાશ્વતમંત્ર માંહીં મનડું લગાડો, દીલડાનો દેવ તમે હવે તો જગાડો; જાગી જાવ એટલી વાર, મજા મળશે અપાર. નવ. મોંઘો. ૨ અરિહંત સિદ્ધ બે દેવની માયા, સૂરિ ઉવઝાય ને સાધુની છાયા; પામી થાશો ના વિકારી, નમો નમો મન મારી. નવ૦ ૩ શિવપુરનો પંથ હવે મલી રે ગયો છે, લાખ ચોરાશીનો ફેરો રે ટળ્યો છે; કરી લેજો મંત્ર પ્રીત, સાચા સુખની એ રીત. નવ૦૪ પ્રેમે ભુવનભાનુ મંત્ર પસાયે; ધર્મ આરાધી નિત્ય રહો સુખ છાયે, યુકિત કામીનો અવાજ, ‘જગવલ્લભ” બન્યો આજ; હા હા હા હો હો હો મંત્ર આવી રે મળ્યો. મોંધો મૂલો રે નવ૦૫ |