SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (રાગ : એસી દશા હો ભગવન ) પુણ્યોદયે તું પામી, અબ મંત્ર જાપ જપ લે; હો મુક્તિ સુખ કામી, તું મંત્ર જાપ જપ લે. પુણ્યોદયે૦૧ ચોરાશી લક્ષ ફેરા, મહામોહના જયાં ડેરા; દુઃખડા તણા છે ઢેરા, અબ મંત્ર જાપ જપલે. પુણ્યોદયે૦ ૧ રખડયો ગતિ તું ચાર, ખાધો કરમનો માર; દુ:ખ ભોગવ્યા અપાર, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૨ પત્થર નદીએ પડીયો, પ્રચંડ પૂરે લડીયો; આકાર ગોળ વરીયો, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૩ એ રીત તેં વધાવી, ત્યાં મોહની ન ફાવી; લઘુતા મહી તે આવી, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૪ સિત્તેર કોટા કોટી, મોહનીની સ્થિતિ મોટી; તેને કરી તેં છોટી, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૫ . ઘાતી તણી જે ઘાટી, તેની ખસેડી માટી; તેથી ગયો તું ખાટી, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૬ માનવગતિમાં આયો, મહામંત્રને તું પાયો; તે તો ખરું કમાયો, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૭ અબ થઈ છે તારી જીત, કર મંત્રની તું પ્રીત; મુક્તિ તણી એ રીત, અબ મંત્ર. પુણ્યોદયે૦ ૮ . ઈન્શાનને ઈશારો, મહામંત્રનો સહારો; પામી જન સુધારો, અબ મંત્ર. પુણ્યોદયે.
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy