________________
(સિદ્ધાચળના વાસી, વિમલાચલના વાસી... એ દેશી) વિનવું તને આતમરાજ, પામી મંત્ર શિરતાજ; ભવિ ભાવે, ભવ પાર કરો એક દાવે૦ ૧ પુણ્ય પામ્યો આતમ ! તું સુચંગ, મહામૂલું નવકારનું નંગ; એનો કરી લે તું સંગ, ફીટ કરો અંતર અંગ. ભવિભાવે૦ ૨ પ્રગટાવી અંતરમાં ઉમંગ, મંત્ર જાપ જપો ધરી ઢંગ; રાગ તણો કાઢો રંગ, એમાં પાડો તમે ભંગ. ભવિભાવે૦ ૩ સહુ મંગલ માંહેં શિર છત્ર, જિન રાજે કહ્યો મહામંત્ર; લોટી લાગી તારી આજ, પામી મંત્ર સજો સાજ. ભવિભાવે૦૪ | શાશ્વત મંત્ર જગતમાં આ એક, આરાધી લે આતમ સુવિવેક; ક્ષણ વિનાશી સુખ દે છોડી, મંત્ર માંહિ ચિત્ત જોડી. ભવિભાવે૦૫) સાચા સુખનું સાધન સાચું રહેલું, નવકાર મંત્ર જાણો તમે પહેલું; શિવપુર પહોંચવા જહાજ, અથવા શિવગિરિ પાજ. ભવિભાવે૦૬ પામી મંત્ર કરો નિજ ખોજ, મંત્ર આપે અનુપમ મોજ; મોજ પામી લેવા રોજ, નાહી લેજો મંત્ર હોજ. ભવિભાવે૦૭ ] એસો પંચ નમુક્કારો ભણતાં, ભાગે પાપો બધા અવગણતા; ક્રોધ માન માયા લોભ, તને હવે ના તે શોભે. ભવિભાવે૦ ૮ | દાન ધર્મ આતમ ! સુખમોલ, પાણી કરીશ નહિ લોભ થોભ; નમો પદે અર્પણ ભાવે, ધન જોડી દિલ લાવ. ભવિભાવે૦ ૯ | ધન બુધ્ધિ ધરમમાંહે રાખો, એના પ્રેમે ભુવનભાનુ ચાખો; ધર્મજિત સુખકાર, ‘જગવલ્લભ” હિતકાર. ભવિભાવે૦ ૧૦ ||
૬૯