________________
સુખ દુઃખનો સંગાથી જગમાં, મહામંત્ર છે એક (૨). હૃદય કમળમાં સ્થાપો (૨) ભવિયા ધરી સુવિવેક. હે જયવંતો. ૭ | ભુવનભાનુ મહામંત્રની ભવિયા, પ્રેમ કરો પિછાણ (૨). નમો ધર્મ ‘જગવલ્લભ'(૨) પામો પદ નિરવાણ. હે જયવંતો..
(હે ત્રિશલાના જાયા... એ દેશી) મહામંત્રની માલા, જપો ભવિ મતવાલા; મહામંત્રનો જાપ જપીને, પામો સુખ સુવિશાલા. મહા૦ ૧] એકજ અક્ષર મહામંત્રનો, આતમનું હિત સારે (૨) નકાર કરતાં ભવના સુખને, પહોંચો મુકિત કિનારે (૨) શિવપુર પહોંચી જાવા સાધો, મહામંત્ર રખવાલા. મહા૦ ૨ ‘નમો’ ‘નમો’ ઈમ કરતાં વંદન, પાપ નિકંદન થાવે (૨) પાપ નિકંદન કરીએ ઈણવિધ, મહામંત્રના દાવે (૨) મહામંત્રના દાવે ભવિયા, પાપ કરો વિસરાલા. મહા૦ ૩ અડસઠ અક્ષર મહામંત્રના, અડસઠ તીરથ જાણો (૨) પ્યાર કરી એ મહામંત્રનો, મજા મજાની માણો (૨) શિવની વાંછા કરી હૃદયમાં, વરીએ પુણ્ય વિશાલા. મહો૦ ૪ નવપદ એના નવું પદ આપે, કદી ને જોયું એવું (૨) દુઃખમાં પણ મસ્તીની સાથે, સદાય સુખમાં રહેવું (૨) છે પાગલતાને પાપીપણાથી, સુખ દુઃખમાં રખવાલા. મહા૦૫ | પ્રેમે નવ નવ લખ નવકારા, જપતાં દુર્ગતિ નાવે (૨) ભુવનભાનુ ‘નમો’ ધર્મ પસાથે, સહુ સંકટ મીટ જાવે (૨) અંત કરી નિજકર્મનો વરીએ, ‘જગવલ્લભ સુખમાલા. મહા.૬ I